બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન આસાનીએ જોર પકડ્યું

35

IMD અનુસાર, ચક્રવાત સોમવારે બંગાળની ખાડીમાં ૧૧૧ કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધવાની ધારણા, બિહાર, ઝારખંડ અને ઓડિશાના ભાગોમાં વરસાદ અને તીવ્ર પવનની અપેક્ષા
નવીદિલ્હી,તા.૮
બંગાળની ખાડીમાં આવેલું તોફાન આજે રવિવારે ચક્રવાતમાં પરિણમ્યું હતું, જેની ઝડપ ૭૫ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહી હતી. હવામાન વિભાગે કહ્યું છે કે ‘આસાની’ નામનું ચક્રવાતી તોફાન આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જો કે, દરિયાકાંઠાના વિસ્તારને અથડાયા વિના ચક્રવાત આવતા સપ્તાહ સુધીમાં નબળું પડી શકે છે. હવામાન કચેરીએ જણાવ્યું કે ચક્રવાતની અસરને કારણે ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે જારી કરેલા બુલેટિનમાં જણાવ્યું હતું કે વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને આગામી ૨૪ કલાક દરમિયાન પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને છે. આઇએમડી દ્વારા ચક્રવાતની આગાહી મુજબ, ચક્રવાત ૧૦ મેની સાંજ સુધીમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ કિનારે પહોંચવાની સંભાવના છે. ત્યારપછી, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળે અને ઓડિશાના કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આઇએમડી અનુસાર, ચક્રવાત સોમવારે બંગાળની ખાડીમાં ૧૧૧ કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધવાની ધારણા છે. ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધવા સાથે મંગળવારથી ગંભીર ચક્રવાતી તોફાન ધીમે ધીમે નબળું પડવાની ધારણા છે. આઇએમડીએ જણાવ્યું કે મંગળવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશાના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ ૯ મેના રોજ ખરબચડી અને ૧૦ મેના રોજ ખૂબ જ ખરબચડી બની જશે. ૧૦ મેના રોજ દરિયામાં પવનની ઝડપ વધીને ૮૦ થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. હવામાન વિભાગના કાર્યાલયના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાનનું નામ ‘આસાની’ રાખવામાં આવ્યું છે, જે ‘ક્રોધ’ માટે સિંહલી શબ્દ છે. આ તોફાન આંદામાન ટાપુઓમાં પોર્ટ બ્લેરથી ૩૮૦ કિમી પશ્ચિમમાં બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ વિસ્તારમાં કેન્દ્રિત છે. બીજી તરફ, તોફાનને ધ્યાનમાં રાખીને, માછીમારોને ૧૦ મેથી આગામી સૂચના સુધી સમુદ્ર અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન આસાનીએ જોર પકડ્યું,આગામી ૨૪ કલાકમાં આંધ્ર અને ઓરીસ્સા રાજ્યો અસર થશે જેની ઝડપ ૭૫ કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે છે. વાવાઝોડાંની અસરના કારણે ઉત્તરી આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે મંગળવારથી ભારે પવન અને વરસાદની શક્યતા સેવાઇ રહી છે. હવામાન વિભાગએ જણાવ્યું કે, ’વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને આગામી ૨૪ કલાક દરમિયાન પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઇને તે વધારે તીવ્ર બની શકે છેઆઇએમડીના જણાવ્યાં અનુસાર, વાવાઝોડું સોમવારે બંગાળની ખાડીમાં ૬૦ સમુદ્રી માઇલની ઝડપે આગળ વધવાનું અનુમાન છે. ઉત્તરી આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધવા સાથે મંગળવારથી ગંભીર ચક્રવાતી તોફાન ધીમે-ધીમે નબળું પડવાનું અનુમાન છે. મંગળવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાડી ઉપર ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ચક્રવાત ’અસાની’માં તબદીલ થઈ ચૂક્યું છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ચક્રવાત મોડી સાંજ સુધીમાં પોતાની અસર દેખાડશે. જે ઉત્તર-પશ્ચિમ તરફ વધશે અને ૨૪ કલાકમાં પૂર્વ-મધ્યમાં ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલાય તેવી સંભાવના છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું કે, ચક્રવાત ’અસાની’ ઉત્તર-પશ્ચિમ દિશામાં ૧૬ કિમી પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહ્યું છે. જે વિશાખાપટ્ટનમથી દક્ષિણ-પૂર્વ દિશામાં ૯૭૦ કિમી અને પુરીથી દક્ષિણ-પૂર્વ દિશામાં ૧૦૨૦ કિમી દૂર છે. તેમણે આગળ જણાવ્યું કે, ૧૦ મેના રોજ સાંજ સુધીમાં ઉત્તર- પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ઓરિસ્સા તટની સમાનાંતર આગળ વધશે. ઓરિસ્સાના ત્રણ જિલ્લા ગજપતિ, ગંજમ અને પુરી માટે વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ૧૧ મેના રોજ પાંચ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગ તરફથી આ તમામ રાજ્યો માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઝારખંડ સહિત વાવાઝોડું અસાનીની અસર ઓરિસ્સા ઉપરાંત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, આંધ્ર પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં જોવા મળી શકે છે.

Previous articleબે વર્ષ બાદ ફરી બદ્રીનાથ ધામના કપાટ ખૂલ્યાં
Next articleભારત-પાકિસ્તાન બોર્ડર પર ડ્રોન દેખાયું, બીએસએફએ વિખેરી નાખ્યું