વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

419

સમગ્ર વિશ્વમાં માનવતાવાદી સેવા કરતી સંસ્થા રેડક્રોસ દિવસની વિશ્વમાં ૮ મેના રોજ ઉજવણી કરવામાં આવે છે સાથે વિશ્વમાં થેલેસીમિયા ડેની ઉજવણી પણ કરવામાં આવે છે જે નિમિતે રેડક્રોસ ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું રેડક્રોસ ડે નિમિતે રેડક્રોસ ફ્લેગ હોસ્ટિંગ અને રાષ્ટ્રગાનનો કાર્યક્રમ જેમાં જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે ઉપસ્થિત રહ્યા હતા તેમણે રેડક્રોસની માનવતાવાદી સેવાઓને બિરદાવી હતી, જનજાગૃતિ પત્રિકા વિતરણ, થેલેસીમિયા ડે નિમિતે તે બાળકોનું જીવન જ રક્ત મેળવીને ચાલી રહ્યું હોય એવા થેલેસીમિયાના બાળકોના લાભાર્થે રક્તદાન શિબિર યોજવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ત્યારબાદ થેલેસીમિયા ગ્રસ્ત બાળકો અને હેલ્થ કેર એટેન્ડન્ટના બહેનો સાથે રમત ગમત અને સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજવામાં આવેલ અને હાલમાં ગરમીના સમયમાં લોકોને જરૂરી છાશ અને ઓ.આર.એસના પેકેટનું વિતરણ જરૂરિયાતમંદ વિસ્તાર અને લેપ્રસિ કોલોની અને રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેડક્રોસના ચેરમેન ડો.મિલન દવે, વા.ચેરમેન સુમિત ઠકકર, મંત્રી વર્ષાબેન લાલાણી, પરેશભાઈ ભટ્ટી, મહેશભાઈ ચુડાસમા, કાર્તિકભાઈ દવે, મધવભાઈ મજીઠિયા, સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઆચાર્ય વિદાય સમારંભમાં ઉધોગપતિઓ ચાર્ટર ફ્લાઈટથી વતન પહોંચ્યાં
Next articleજૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં થયેલું વિરોધ પ્રદર્શન