ગાંધીનગર શહેરનાં માર્ગો તથા સેકટરોનાં જાહેર સ્થળોની રચનાં આયોજન પુર્વક કરવામાં આવી છે. પરંતુ સમય વિતવા સાથે શહેરી તંત્રની બેદરકારી અને પોલીસની ઢીલી નિતીનાં કારણે મુખ્ય માર્ગો તથા જાહેર સ્થળોની આસપાસ ટ્રાફિકની સમસ્યા ગંભીરરૂપ ધારણ કરી રહી છે. રોડ પર જ જોખમી ર્પાકિંગનાં કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે. જે જાહેર એકમો પાસે ર્પાકિંગની વ્યવસ્થા છે તેમાં કોમર્શીયલ પ્રવૃતિ ચાલી રહી છે. જેનાં કારણે સલામત શહેર ગણાતા ગાંધીનગરનાં નાગરીકોને આ ઉપદ્રવ કનડવા લાગ્યો છે. જેના કારણે શહેરીજનોને ભારે મુસીબત અનુભવવી પડી રહી છે.
શહેરનાં હાર્દ સમા સેકટર ૨૧નાં ડીસ્ટ્રીક્ટ શોપીંગ વિસ્તારમાં આંતરીક માર્ગો પર જ વાહનોનાં ર્પાકિંગનાં કારણે સ્થિતી ગંભીર બનતા ટ્રાફિક પોલીસ તથા સેકટર ૨૧ પોલીસે આ દિશામાં કડક હાથે કામ લેવાનું શરૂ કર્યુ છે અને વાહનો ર્પાકિંગમાં જ પાર્ક થાય તેવો પ્રયાસ થઇ રહ્યો છે. પરંતુ ગાંધીનગરનાં નાગરીકો પોલીસ કર્મચારીઓનો આદેશ માનવા માનસીક રીતે જ તૈયાર ન હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે. લાલ લોટાવાળી ગાડીઓ તથા ફલાણા મંત્રી, સંત્રી કે અધિકારીનો ઓળખીતો હોવાનો દમ મારતા જોવા મળી રહ્યા છે. પરંતુ પોલીસ હવે ચલાવી લેવા માંગતી નથી. ત્યારે અન્ય વિસ્તારોમાં પણ આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. ઘ-૨, ઘ-૩, કલેકટર કચેરી તથા કોર્ટની આસપાસ, અક્ષરધામ મંદિરની આસપાસ,સેકટર ૧૬નો બેન્કીંગ પટ્ટો, સેકટર ૨૪ ચોકડી તથા સાંજે સેકટર ૨૪નાં માર્કેટમાં સહિત સ્થળોનો સમાવેશ થાય છે.
એલડીઆરપી કોલેજની સામે સેકટર ૨૪નાં ખુણા પર ખાણી પીણીની લારીઓ વધી રહી છે. લોકો રોડ પર વાહનો પાર્ક કરીને નાસ્તો કરવા જતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ગંભીર બને છે.
શહેરનાં માર્ગ નં ૫ પર ઘ-૫ સર્કલથી ૧૭/૨૨ સુધીનાં પટ્ટામાં રેસીડેન્સીયલમાં કોમર્શીયલ એકમો ચાલે છે. તેમનું પોતાનું કોઇ ર્પાકિંગ જ નથીહા જયારે મહાત્માં મંદિરે કોઇ નેતા કે વીઆઇપી જવાના હોય ત્યાં સુધી વાહનો હટાવી લેવાય છે. સેકટર ૧૧નાં બહુમાળી શોપીંગ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પ્રતિદીન વકરતી જાય છે.