રાણપુરમાં મિલેટ્રી રોડ ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત 2 લોકો ઈજાગ્રસ્ત

40

તાલુકા પંચાયતના પ્રમુખ અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેને પોતાની ગાડી ઉભી રાખી ઈજાગ્રસ્તોને હોસ્પિટલની વ્યવસ્થા કરી આપી
બોટાદ જીલ્લાના રાણપુરમાં મિલેટ્રી રોડ ઉપર ઈક્કો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા.મોટરસાઈકલ સવાર અને ઈક્કો કાર ગાડીની પાછળથી ઘુસી જતા અકસ્માત થયો હતો.આ સમયે રાણપુર તાલુકા પંચાયત ના પ્રમુખ વિનોદભાઈ સોલંકી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણીયા તે રસ્તે થી નીકળતા તુરંત એમનું વાહન રોકી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ઈજા પામનાર વ્યક્તિ ને તાત્કાલિક સારવાર મળે તે માટે રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleરાણપુરના માલણપુર ગામની સીમમાંથી પોલીસે જુગાર રમતા ૧૦ ને ઝડપી લીધા
Next articleતા 8 થી 18 મનાલી ખાતે નેચરસ્ટડી એન્ડ ટ્રેકિંગ કેમ્પ મા જોડાશે સ્કાઉટ ગાઈડ