ખેલ મહાકુંભની ખો-ખો સ્પર્ધામાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની ટીમ જિલ્લામાં ચેમ્પિયન

37

તમામ ખેલાડીઓની રાજ્યકક્ષા માટે પસંદગી
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની ખો-ખોની ટીમે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની ખો-ખો સ્પર્ધામાં ભાગ લીધો હતો. આજરોજ અકવાડા ગુરુકુળના ગ્રાઉન્ડ ઉપર યોજાયેલી આ ખો-ખો સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની ખો-ખો ટીમે ઉત્કર્ષ પ્રદર્શન કરી ભાવનગર જિલ્લામાં ચેમ્પિયન બની હતી.  તેમજ ખો-ખો ની ટીમના સમગ્ર ખેલાડી રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા હતા. ખેલ-મહાકુંભની ખો-ખો સ્પર્ધામાં ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે વિજેતા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે બાળકો માટે 10 દિવસીય સ્કાઉટ તાલીમ યોજાઈ
Next articleપશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર ડિવિઝન દ્વારા મજૂર દિવસનું આયોજન કરાયું