પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મડળ દ્વારા શનિવારે રેલવે ઓફિસર્સ ક્લબમાં લેબર ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડળના પ્રમુખ તુહિના ગોયલ અને ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક મનોજ ગોયલે ભાવનગરના વિવિધ વિભાગોમાં કાર્યરત રેલ્વે કર્મચારીઓને પ્રશસ્તિ-પત્ર અને ભેટ આપીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કર્મઠ કર્મચારીઓ માટે આરોગ્ય અને નાણાં સંબંધી માર્ગદર્શન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષા તુહિના ગોયલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓ મંડળમાં સખત મહેનત કરે છે, ખૂબ નિષ્ઠા અને સમર્પણ સાથે તેમની ફરજ બજાવે છે. જેના પરિણામે આપણું મંડળ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. આ ભાવના સાથે, અમે મહિલા સમિતિ દ્વારા મડળના કર્મઠ કર્મચારીઓના મહત્વપૂર્ણ યોગદાનને ઓળખી અને સન્માનિત કરતાં આનંદ અનુભવીએ છીએ. દરેક સ્તરે કાર્યરત સ્ટાફ મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે આ રેલવે મહિલા કલ્યાણ સંગઠન વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો યોજીને રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે સક્રિયપણે સમર્પિત છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન મનોજ ગોયલ, ડિવિઝનલ રેલવે મેનેજર ભાવનગર ડિવિઝન હતા. આ પ્રસંગે સુનિલ આર.બારાપાત્રે (અપર મંડળ રેલ પ્રબંધક), અરિમા ભટનાગર (વરિષ્ઠ કર્મચારી અધિકારી), જે.પી.રાવત (મુખ્ય તબીબી અધિક્ષક-રેલ્વે હોસ્પિટલ) અને અન્ય અધિકારીઓ અને મડળની મહિલા કલ્યાણ સંગઠનના કાર્યકારી સભ્યો પણ હાજર હતા.