ભરતનગરના પોલીસ કર્મીની કારને મોડી રાત્રે અકસ્માત, પત્નીનું મોત

121

પરિવાર સાથે સોમનાથ દર્શન કરી પરત ફરતા હાજીપરના પાટીયા પાસે મોડીરાત્રે પો.કો.ની કારને ટેન્કરે અડફેટે લીધી, તળાજા પો.સ્ટે. માં ફરિયાદ નોંધાવાઇ
તળાજા તાલુકાના હાજીપરના પાટીયા પાસે ગત મોડીરાત્રીના ૈ૨૦ કાર અને ટેન્કરનો ધડાકાભેર અકસ્માત થતા એક મહિલાનુ ઘટના સ્થળે મોત થયુ હતું જયારે એક બાળક સહિત બે વ્યક્તિ ઈજા થતા તેઓને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવ અંગે ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે તળાજા પોલીસ સ્ટેશનથી જાણવા મળ્યા મુજબ તળાજા તાલુકાના ગરીબપુરા ગામે રહેતા અને ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હરદીપભાઈ હીપાભાઈ મકવાણા ઉ.વ. ૩૨ તેમના પરિવાર સાથે ૈ ૨૦ કાર નંબર જીજે ૧૮ બીડી ૬૨૮૮ લઈને સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે ગયા હતા અને દર્શન કરી પરત ફરતા હતા ત્યારે ગતરાત્રીના બે વાગ્યાના સુમારે તળાજા તાલુકાના હાજીપર ગામના પાટિયા પાસે પહોંચતા સામેથી આવી રહેલા ટેન્કર નંબર જીજે ૦૬ બીટી-૬૭૫૫ના ચાલકે બેફીકરાઇથી ચલાવી કાર સાથે ધડાકા ભેર અથડવી અકસ્માત કરતા કારનો આગળનો ભાગ ચેપાઇ જવા પામ્યો હતો અને તેમાં બેઠેલા હરદિપભાઇ તથા તેમના પત્ની ભદ્રાબેન હરદિપભાઇ મકવાણા ઉ.વ.૩૦, તથા પુત્ર કૃતાર્થ ઉ.વ.૭ને ઈજા થતા તમામને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભદ્રાબેનને ગંભીર ઇજા થઇ હોય ડોકટરે તપાસી મૃત જાહેર કર્યા હતા જયારે હરદિપભાઇ તથા તેના પુત્ર કૃતાર્થને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. આ બનાવથી પોલીસ બેડામાં તથા તેમના પરિવારમાં શોકનું મોજુ ફરિ વળ્યું હતું આ બનાવ અંગે ટેન્કર ચાલક વિરુદ્ધ હરદિપભાઇના બનેવી મીઠાભાઇ ભલાભાઇ ભાલીયાએ ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleપશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર ડિવિઝન દ્વારા મજૂર દિવસનું આયોજન કરાયું
Next articleસાવજને મોતીયો આવ્યો !