ડિસ્ટ્રિક્ટ જજ વાચ્છાણીએ ૨૫ માસમા ૭૮ કેસમા ચુકાદા આપ્યા

68

કોરોના કાળમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અનેક ચકચારી કેસમાં ચુકાદા આપીને આરોપીઓને કડક
સજા કરેલી

તાજેતરમાં ભાવનગરનાં પ્રિન્સીપલ એન્ડ સેશન્સ જજ આર.ટી. વચ્છાણીની બદલી અમરેલીનાં ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ તરીકે થયેલ છે તેમણે ભાવનગર ડિસ્ટ્રિક્ટ જજ તરીકેના કાર્યકાળ દરમિયાન ૭૮ જેટલા ચુકાદા આપીને આગવી ઓળખ ઉભી કરી હતી.
ડીસ્ટ્રીક્ટ જજ આર.ટી.વચ્છાણી ગત તા.૧૯-૩-૨૦૨૦નાં રોજ ભાવનગર ખાતે નિમણુંક પામીને આવ્યા હતા. એટલે કે આ બે વર્ષમાં તેમણે સક્રિય કામગીરી બજાવી અંદાજે ૭૦થી ૭૫ સેશન્સ ટ્રાયેબલ કેસ ચલાવી અને શકવતી ચુકાદાઓ આપેલા છે . જેમાં ચકચારી કાળીયાબીડ મર્ડર કેસ, ઘોઘારોડ મર્ડર કેસ, ગારીયાધાર ડબલ મર્ડર કેસ, પાલીતાણાનાં અપહરણ કેસ વગેરે જેવા અનેક કેસોમાં તેઓએ ચુકાદો આપી આરોપીઓને જેલ ભેગા કરેલા છે તથા ગુજરનારનાં પરિવારને રૂા.૧૨થી ૨૫ લાખ સુધીનું વળતર ચુકવી આપવા હુકમ કરેલ છે. તથા પીજીવીસીએલનાં ચોરીનાં કેસો કોર્ટમાં ચાલતા તેઓએ આરોપીઓને અલગ-અલગ દંડ કરી વીજ કંપનીને અંદાજીત રૂા . ૨૫ લાખ જેવી માતબર રકમ દંડ પેટે ચુકવી વીજ કંપનીને આર્થિક નુક્શાનીમાંથી બચાવેલ છે . ઉપરાંત કાનૂની સહાય કેન્દ્રમાં આશરે ૪૦ લાખ જેટલો દંડ આરોપીઓ પાસે ભરાવી કોર્ટમાં જમા કરાવેલ છે જેનો લાભ કાનુની સહાય કેન્દ્રમાં સેવા આપતા વકીલો અને ભોગ બનનારને મળતો હોય છે. આ ઉપરાંત સીવીલ મેટર અને એકસીડન્ટ ક્લેઈમનાં કેસો ચલાવી પક્ષકારોને તાત્કાલીક આર્થિક વળતર અપાવેલ છે તથા તેઓનાં સમયકાળ દરમ્યાન કોરોનાની મહામારી ચાલતી હતી, ત્યારે નામ. હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ ર્જીંઁની ગાઈડલાઈન મુજબ વીડીયો કોન્ફરન્સથી ઓનલાઈન કેસ ચલાવી તાત્કાલીક ન્યાય અપાવી ચુકાદાઓ આપેલ છે આ સમગ્ર કામગીરીમાં તે સમયનાં પૂર્વ જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારી કે જેમણે ૬૮ જેટલા કેસોમાં અસરકારક અને કાયદાકીય દલીલો કરેલ તેમજ હાલનાં જીલ્લા સરકારી વકીલ મનોજભાઈ જોષીએ પણ ૧૦ જેટલા કેસોમાં કાયદાકીય અને અસરકારક દલીલો કરી ચુકાદા અપાવેલ છે. આમ માત્ર બે વર્ષનાં સમયગાળા દરમ્યાન અસરકાર અને સક્યિ કામગીરી બજાવેલ છે તાત્કાલીક કેસોનાં નિકાલ થતા અમુક અંશે ક્રાઈમ રેટ પણ ઘટયો છે. જેનાં કારણે જાહેર જનતા, વેપારીઓ અને પ્રજાને તાત્કાલીક ન્યાય મળેલ છે અને તેમની સરાહનીય કામગીરીને લોકોએ આવકારી છે. અને ભાવનગર વકીલ મંડળોએ પણ તેમની કામગીરીની સરાહના કરેલ છે. આગામી દિવસોમાં તેમનો વિદાય સમારોહ પણ યોજવામાં આવશે.

Previous articleસુરત જતી ખાનગી બસમાં વિધર્મી શખ્સે યુવતીનો ફોટો અને વીડિયો ઉતારતા હોબાળો
Next articleભાવનગરના નવાબંદર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનું ખાતમુહૂર્ત આ વર્ષના અંત સુધીમાં