મહુવાના બન્ને સમાજના આગેવાનોની અધ્યક્ષસ્થાને સમાધાન કરી આપસી ભાઈચારાનો સંદેશ
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના મહુવામાં અવારનવાર નાના નાના જગડાઓ થતા આવ્યા છે. જેમાં મુખ્ય કોળી સમાજ અને મુસ્લિમ સમાજ મોખરે જોવા મળી રહ્યા છે. હવે વાત વિસ્તાર પુર્વક કરીએ તો થોડા સમય પહેલા મહુવાના શિંગલ વિસ્તારમાં કોળી સમાજ અને મુસ્લિમ સમાજના યુવાન વચ્ચે કોઈ કારણોસર નાની મોટી બોલાચાલી થઈ હતી.જે જોત જોતા ઉગ્ર સ્વરૂપે બદલાઈ ગઈ હતી અને બંને સમાજના લોકો સામસામે પથ્થર મારો થયો હતો બાદમાં પોલીસ દ્વારા મામલો થાળે પડ્યો હતો. અને તમામ પ્રકરણમાં બંને સમાજના યુવાનોની પોલીસ દ્વારા ધરપક કરવામાં આવી હતી. જેની જાણ મહુવા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમભાઈ બામુસા ને થતા પોતાની સુજબૂજ અને મહુવાની શાંતિ જળવાઈ રહે તે માટે સલીમભાઈ બામુસા દ્વારા કોળી સમાજ ભાવનગર જિલ્લાના વીર માંધાતા કોળી સમાજ સંગઠનના અધ્યક્ષ રાજુભાઇ સોલંકીનો સંપર્ક કરી બંને સમાજમાં થતી માથાકૂટ તેમજ ગેર સમજને દૂર કરવાના પ્રયાસો હાથ ધરી મામલો થાળે પાડવા આજરોજ તા.૧૦/૦૫/૨૨ તલગાજરડા ખાતે સલીમભાઈ બામુસાના કોલ્ડ સ્ટોરેજ ખાતે મહુવા મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ કોળી સમાજના આગેવાનો વચ્ચે મતભેદ દુર કરવાના હેતુથી ભાવનગર જિલ્લા વીર માંધાતા કોળી સંગઠન ના અધ્યક્ષ રાજુભાઇ સોલંકી ની આગેવાનીમાં સમાધાન મિટિંગ ગોઠવાઈ હતી.જેમાં ઉપસ્થિત મહુવા નગરપાલિકાના ચૈરમેન ભરતભાઇ બાંભણીયા. શ્યામભાઈ મેઘદૂત વાળા. અને ભાવનગર મુસ્લિમ સમાજના અગ્રણી એમ.આઈ. સોલંકી. રુમીભાઈ શેખ.ઇકબાલભાઈ આરબ.તથા મહુવાના વિવિધ સમાજના પ્રમુખો. સાથે મહુવા મુસ્લિમ સમાજના અગ્રણી ફારૂકભાઈ હમદાની. સૈયદ સાલેહ બાપુ.મુસનાભાઈ. મહેબૂબભાઈ. હનીફભાઈ બાગોત. સૈયદ બાગોત. સલીમભાઈ મોભ. અબ્બાસજી દિવાનજી. નજીરભાઈ મલેક.હુસૈનભાઈ સૈયદ. હનીફ પે. તેમજ શહેરના પ્રતિષ્ઠિત અગેવાનો તેમજ મોટી સંખ્યામાં બંને સમાજના લોકો હાજર રહી મહુવાની સુખ શાંતિ અને આર્થિક પ્રગતિ થાય અને સમગ્ર દેશમાં ભાઈચારાનો એક સારો સંદેશ આપતા બંને સમાજના લોકોએ ગળે મળી તમામ જગડાઓ પર પૂર્ણવિરામ મૂકી મધ્યસ્થથી કરતા બંને સમાજના આગેવાનોનું બહુમાન કર્યું હતું. અને બંને સમાજના આગેવાનો મળી આવનારા દિવસોમાં એક કોર કમિટીની રચના કરી સમાજના નામે ચરી ખાતા આવારા લુખ્ખા તત્વોને પાઠ ભણાવશું અને મહુવાની પ્રગતિ અને શાંતિ તેમજ આપસી ભાઈચારો બનાવી એક અલગ મિસાલ સ્થાપિત કરશું તેવી પ્રતિક્રિયા ઉપસ્થિત બંને સમાજના લોકો દ્વારા આપવામાં આવી હતી..