સેન્સેક્સમાં ૧૦૬, નિફ્ટીમાં ૬૨ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

57

સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં કડાકો : વિશ્લેષકોના મતે યુએસ બજારો વર્ષના સૌથી નીચા સ્તરે બંધ થવા, વિદેશી રોકાણકારોની વેચવાલીથી સ્થાનિક બજારો દબાણ હેઠળ હતા
મુંબઇ, તા.૧૦
અસ્થિર વેપારમાં, સ્થાનિક શેરબજાર મંગળવારે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે બંધ થયું. જ્યારે સેન્સેક્સ (બીએસઈ સેન્સેક્સ) ૧૦૬પોઈન્ટ્‌સ, નિફ્ટી (એનએસઈ નિફ્ટી) ૬૧.૮૦ પોઈન્ટ્‌સ ગુમાવ્યો હતો. વિશ્લેષકોના મતે યુએસ બજારો વર્ષના સૌથી નીચા સ્તરે બંધ થવા અનેવિદેશી રોકાણકારોની વેચવાલીથી સ્થાનિક બજારો દબાણ હેઠળ હતા. દિવસના ટ્રેડિંગ દરમિયાન બીએસઈનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૫૪,૮૫૭.૦૨ની ઊંચી અને ૫૪,૨૨૬.૩૩ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. અંતે, તે ૧૦૫.૮૨ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકાના ઘટાડા સાથે ૫૪,૩૬૪.૮૫ પર બંધ રહ્યો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૬૧.૮૦ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકા ઘટીને ૧૬,૨૪૦.૦૫ પર પહોંચ્યો હતો. સેન્સેક્સ ગુમાવનારાઓમાં ટાટા સ્ટીલ, સન ફાર્મા, એનટીપીસી, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા અને આઇટીસીનો સમાવેશ થાય છે. બીજી તરફ હિંદુસ્તાન યુનિલિવર, એશિયન પેઈન્ટ્‌સ, ઈન્ડસઈન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ સુઝુકી,કોટકમહિન્દ્રા, એચડીએફસી બેન્ક અને એચડીએફસીલિમિટેડ વધનારાઓમાં હતા. અન્ય એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગસેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી નીચામાં બંધ રહ્યો હતો, જ્યારે ચીનનો શાંઘાઈકમ્પોઝિટ ઊંચો હતો. યુરોપના શેરબજારોમાં બપોરના સત્રમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું.
આ પહેલા સોમવારે અમેરિકાના શેરબજારોમાં મોટોઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૮૨ ટકા ઘટીને ૧૦૪ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. ભારતીય બજારોમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોને પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે.

Previous articleશ્રીલંકામાં વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને લોકોએ આગ ચાંપી
Next articleકોંગ્રેસમાં પરિવારમાંથી એકને જ ટિકિટની દરખાસ્ત