પાટનગરમાં પાણી બચાવો કે ભાજપ બચાવો જેવી રેલી !

1318

ગાંધીનગરમાં ભાજપને તંત્ર ખાડે ગયું હોય તેવું પાણી બચાવો રેલી કાઢી ત્યારપછી નકકી થઈ ગયું હોય તેમ લાગે છે. એક હજારની સંખ્યાને બદલે માંડ ૧પ૦-ર૦૦ ની સંખ્યા બતાવે છે માત્ર હોદેદારો તથા સંગઠનના લોકો આવે તો પણ વધુ સંખ્યા થાય ! કોર્પોરેટરોની ગરે હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી નવાઈની વાત તો જેની મુખ્ય જવાબદારી ગણાય એવા મેયર પણ ગાયત્રી મંદિરથી જોડાઈ માંડ અડધો કિલોમીટર સ્વામીનારાયણ મંદિર આગળ ગાડીમાં રવાના થઈ ગયા હતા અને થોડો સમય હાજરી પુરાવી તરત જ થોડેથી નીકળી ગાયબ થઈ જતાં પાણી – બચાવવાની જળસંચયની તેમની નિષ્ઠા અને ભાજપ પ્રત્યે તેમની નિષ્ઠા પર જ સવાલો ઉઠવા પામ્યા હતા. રેલીમાં પણ અંદરોઅંદર ચર્ચાનો વિષય બન્યો હતો.
સંગઠનના હોદેદારો સભ્યો મહાનગર પાલિકાના કોર્પોરેટરો તથા રાજયકક્ષાના અન્ય કાર્યકરો જો આવે તો પણ આના કરતાં બમણી રેલી કાઢી શકત તેવો સ્થાનિકોનો સુર જોવા મળ્યો હતો.
જો કે પાણી બચાવ કે જળસંચયના બેનરો કરતાં ભાજપના નિશાનવાળા અને ભાજપના જ બેનરો જોવા મળતાં આજુબાજુના નાગરિકોએ જ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે આ તો પાણી બચાવો કે ભાજપ બચાવોની રેલી છે.

 

Previous articleગરીબ બાળકોને ચપ્પલનું વિતરણ
Next articleપાનસર ગામનું તળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિતીનભાઇ પટેલે નિરીક્ષણ કર્યું