પંજાબ પોલીસે આતંકવાદી ઘટનાનો ઈનકાર કર્યો, ઓફિસમાં રાખેલા વિસ્ફોટકોથી બ્લાસ્ટ થયો છે
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૧૦
પંજાબના મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટરના પરિસરમાં સોમવારે રાત્રે રોકેટ-સંચાલિત ગ્રેનેડ અથવા આરપીજી હુમલો કરવામાં આવ્યો હતો, જેણે બિલ્ડિંગના એક માળની બારીનો કાચ તોડી નાખ્યો હતો. જોકે, આ વિસ્ફોટમાં કોઈ ઘાયલ નથી થયું પરંતુ રાજકીય પક્ષોએ તેને ચિંતાજનક અને ચોંકાવનારી ઘટના ગણાવી હતી.પોલીસે આ હુમલાને આરપીજી હુમલો ગણાવ્યો છે અને બ્લાસ્ટને સામાન્ય ગણાવ્યો છે. રવિવારે પંજાબ પોલીસે તરનતારન જિલ્લાના એક ગામમાંથી બે લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ૧.૫ કિલો આરડીએક્સ જપ્ત કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે પંજાબ પોલીસે આતંકી ઘટનાનો ઈનકાર કર્યો છે. ઓફિસમાં રાખેલા વિસ્ફોટકોથી બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ કોઈ આતંકવાદી ઘટના નથી. આ બ્લાસ્ટ મોહાલી વિજિલન્સ બિલ્ડીંગમાં થયો હતો.
મુખ્યમંત્રી ભગવંત માને ડીજીપી પાસેથી મામલાની સંપૂર્ણ માહિતી લીધી છે. મુખ્યમંત્રી સતત અધિકારીઓના સંપર્કમાં છે.