રાજ્યભરમાંથી 100 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો, વિજેતાઓને રોકડ પુરસ્કાર અપાયા
ભાવનગરનાં 11 મો સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુઓ માટેની રાજ્યકક્ષાની ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં યજમાનપદે 11 મો સ્પેશ્યલ ખેલ મહાકુંભ 2022 રાજ્યકક્ષાની પ્રજ્ઞાચક્ષુઓ માટેની ચેસ સ્પર્ધા આજરોજ સંપન્ન થઇ હતી. 11 મો સ્પેશ્યલ ખેલ મહાકુંભ 2022 રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધા અંધ ઉધોગ શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી 100 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અન્ડર 18 યર્સ ગર્લ્સમાં પ્રથમ ખોસરીયા ખુશાલી (અમદાવાદ), અપર 18 યર્સ ગર્લ્સમાં પ્રથમ રાઠી હિમાંશી (બનાસકાંઠા), અન્ડર 18 યર્સ બોયમાં પ્રથમ ધ્યાની ધ્વજ (આણંદ), અપર 18 યર્સ બોયમાં પ્રથમ મકવાણા અશ્વિન (વડોદરા) વિજેતા થયા હતા, વિજેતા ખેલાડીઓને ડી.એસ.ઓ. ભાવનગર તરફથી રોકડ પુરસ્કાર બેંક મારફત ચુકવવામાં આવશે. આ પ્રસંગે ટુર્નામેન્ટમાં વિજેતા થયેલ ધ્યાની ધ્વજે સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવેલ સેવાઓને બિરદાવી હતી. ચેસ ટુર્નામેન્ટમાં ભાવનગર ચેસ એસોસિએશનએ આર્બીટર તરીકે પોતાની સેવાઓ આપી હતી. આ પ્રસંગે જિલ્લા રમત-ગમત અધિકારી સીમાબેન ગાંધી, રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી, ટ્રસ્ટી હસમુખભાઈ ધોરડા, પંકજભાઈ ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.