ભાવનગર ડિવિઝનના પોઈન્ટ્સ મેનને સલામતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ “મેન ઓફ ધ મંથ”નો એવોર્ડ એનાયત

45

પોઈન્ટ્સ મેનની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી સંભાવિત ગંભીર ઘટનાને ટાળી શકાઈ હતી
ભાવનગર ડિવિઝનના પોઈન્ટ્સ મેન મુકેશ ગોરધનને સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (ઈન્ચાર્જ) પ્રકાશ બુટાની દ્વારા એપ્રિલ-2022 માટે “મેન ઓફ ધ મંથ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ સમારોહ પશ્ચિમ રેલવેના મુખ્યાલય ચર્ચગેટ ખાતે યોજાયો હતો. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર પ્રકાશ બુટાનીએ ભાવનગર ડિવિઝનના પોઈન્ટ્સ મેન મુકેશ ગોરધનને મેડલ, પ્રમાણપત્ર અને રોકડથી સન્માનિત કર્યા હતા. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલે મુકેશ ગોરધનને સુરક્ષા ક્ષેત્રે જી.એમ. એવોર્ડ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની પ્રશંસા કરીને પ્રોત્સાહિત કર્યા હતા. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદએ જણાવ્યું હતું કે, મુકેશ ગોરધન પી.મેન (ધોલા જંકશન) 02 એપ્રિલ 2022ના રોજ ફરજ પર હતા. તે દરમિયાન 19.08 વાગ્યે એક માલગાડ઼ી ક્રોસ કરી રહી હતી, જ્યારે તેઓએ બોગીમાં એક ભાગ લટકતો જોયો. તેણે તરત જ રેડ હેન્ડ સિગ્નલ ઊંચો કરીને ટ્રેન રોકી. ગાર્ડ અને પી/મેન દ્વારા તપાસ દરમિયાન, એવું જાણવા મળેલ કે કોચના નીચે ના એક ભાગ લટકી રહ્યો હતો, જેને વાયર સાથે બાંધવામાં આવ્યો અને ટ્રેન ચાલુ કરવામાં આવી. તેની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી સંભાવિત ગંભીર ઘટનાને ટાળવાનું શક્ય બન્યું હતું.

Previous articleભાવનગરમાં ચોરીના ગુનામાં જામીન મુક્ત થઈ ફરાર થયેલા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો
Next articleઆગ ઓકતી ગરમી, ભાવનગરમાં આજે રેકોર્ડ બ્રેક 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું, લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા