રાજુલા તાલુકાના ભાજપ યુવા સંગઠન માટે જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, શહેર પ્રમુખ મયુરભાઈ સહિત બહોળી સંખ્યામાં તાલુકાભરના યુવાનો માર્કેટ યાર્ડ ખાતે મિટીંગ મળેલ. જેમાં તાલુકા પ્રમુખ તરીકે હર્ષ વસોયાની બિનહરીફ વરણી કરાઈ તેમજ મહામંત્રી ધીરૂભાઈ નકુમ, ઉપપ્રમુખ ગૌતમભાઈ ગુજરીયા, ઉપપ્રમુખ સંજયભાઈ, હરેશભાઈ વરૂ તેમજ જેસાભાઈ લાખણોત્રા, ઉમેશભાઈ લાડુમોર, રમેશભાઈ ધાખડા, સોમાતભાઈ ગુજરીયા, નાજાભાઈ ભુકણ, ભગવાનભાઈ રામભાઈ કાતરીયા (બારપટોળી), મંત્રી રામકુભાઈ ડાભીયા મંત્રી અને કોષાધ્યક્ષ કુલદિપસિંહ વાળા જીંજકાવાળાની બિનહરીફ વરણી થતા તાલુકા શહેરભરના દરેક જ્ઞાતિ આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવાઈ હતી.