અવાણીયાના ખારમાં આવેલ ખારવાળા મામાદેવના પાટોત્સવના લાભાર્થે ફિલ્મ અભિનેત્રી મમતા સોનીનો પ્રોગ્રામ યોજાયો

79

ઘોઘા તાલુકાના અવાણીયા ગામના ખારમાં આવેલ ખારવાળા મામાદેવના પાટોત્સવ નિમિત્તે ખ્યાતનામ ગુજરાતી કલાકારોના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,ગુજરાતી ફિલ્મોની ચુલબુલી અદાકારા અને અત્યાર સુધીમાં કેટલીયે હીટ અને સુપરહીટ ફિલ્મો તેમજ આલ્બમો તેમજ હજારો સ્ટેજ પ્રોગ્રામ આપી ચુકેલી અને ચાહકોમાં રાધાના નામથી વધારે જાણીતી ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મમતા સોની આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા,અભિનેત્રી મમતા સોનીએ સ્ટેજ પર પોતાની આગવી શૈલીથી શેરો-શાયરી બોલીને આવેલ દર્શકો અને ચાહકોના દિલ જીતી લીધા હતા,આ કાર્યક્રમમાં ગુજરાતી કોમેડી એકટર વિક્રમ રાવળ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનો અભિનય રજૂ કરી આવેલ શ્રોતાઓને મોજ સાથે આંનદ કરાવ્યો હતો,આ ફિલ્મી કલાકારોને જોવા માટે હજારોની સંખ્યામાં લોકોની મોટી ભીડ જામી હતી,લોકો દૂર દૂરથી આવીને મમતા સોની અને વિક્રમ રાવળનો સ્ટેજ પ્રોગ્રામ નિહાળ્યો હતો અને રૂપિયાનો વરસાદ કર્યો હતો,આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખારવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleઅલગતાવાદી નેતા યાસીન મલિકે કોર્ટમાં ગુનાઓની કબૂલાત કરી
Next articleઘોઘાના થળસર ગામે મહિલાઓએ ફાળો એકત્રિત કરી સરકારમાં જમા કરાવ્યા છતાં પાણી માટે વલખાં