ભાવનગરના મજૂર મિત્ર મંડળ દ્વારા ભાવનગરથી બગદાણા સુધી યાત્રા યોજાઈ, 200થી વધુ યાત્રિકો જોડાયા

64

કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
શહેરના ખેડૂતવાસ, રજપુત સોસાયટી, સૂર્યાવાળા ચોકમાંથી મજૂર મિત્ર મંડળ દ્વારા ભાવનગર થી બગદાણા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આજે સવારે પદયાત્રીઓ બાપાના ગીતો ગાતા ગાતા પ્રસ્થાન કરવામાં આવી હતી. કોરોના મહામારીના બે વર્ષથી બંધ રહ્યા બાદ આજે મજૂર મિત્ર મંડળ ખેડૂતવાસ દ્રારા છેલ્લા 23 વર્ષથી બગદાણા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે સંઘમાં 200થી વધુ યાત્રિકો જોડાયા હતાં. આમ આ સંઘ બે દિવસ સતત ચાલીને કાલે સાંજ સુધીમાં બાપાના ધામ પોહચી જશે, આમ ભાવનગર શહેર અને જિલ્લામાંથી તથા ઉપરાંત બહારના રાજ્યોમાંથી પણ અનેક સંસ્થાઓ, મંડળો તથા યાત્રિકો દર વર્ષે લાખોની સંખ્યામાં પગપાળા દર્શનાર્થે આવે છે. ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનું ગામ છે તેમજ બગદાણા દેશ-વિદેશોમાં પ્રખ્યાત યાત્રાધામ છે આ ગામ ભાવનગર શહેરથી લગભગ 83 કિ.મી.નાં અંતરે આવેલુ છે. આ ગામ બજરંગદાસબાપાનું બગદાણા ધામ છે જ્યાં લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે. કોઈ પગપાળા, કોઈ દડતા દડતા, તો કોઈ સાઈકલ લઈ યાત્રા એ આવતા હોય છે.

Previous articleકુંભારવાડા વિસ્તારમાં સામાન્ય બાબતે માતા-પુત્ર પર પાડોશીએ છરી વડે હુમલો કર્યો
Next articleભાવનગર જિલ્લાના મહુવા સર્કિટ હાઉસ ખાતે ઢગલા બંધ બિયરના ખાલી ટીન જોવા મળ્યા