રાજકીય દાવ : અલંગ બેઠકના આપના સદસ્યના લેટરપેડ પર તંત્રને ખોટી રજુઆત !

68

જિલ્લામાં આપના એકમાત્ર મહિલા સદસ્યએ ડુપ્લીકેટ લેટરપેડ બનાવી તેના નામે ખોટી રજૂઆતો થઈ હોવાનો કર્યો ઘટસ્ફોટ
ભાવનગર જિલ્લા પંચાયતની અલંગ બેઠક પરથી ચૂંટાઈ આવેલ આમ આદમી પાર્ટીના મહિલા સદસ્યના નામે થયેલી લેખીત રજૂઆતો ચર્ચાસ્પદ રહી છે ત્યાં તેમણે પોતાના નામે ડુપ્લીકેટ લેટરપેડ બનાવી કોઈએ દાવ ખેલ્યો હોવાનું જણાવી આશ્ચર્ય સર્જ્‌યું છે, તેમણે સરકારી કચેરીમાં સીસીટીવી ફૂટેજ ચકાસી તેના નામે ખોટી રજુઆત કરનાર તત્વોને ઝડપી લેવા કલેકટર, ડીડીઓ અને એસપીને રજુઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા પંચાયતની અલંગ બેઠક પર આપમાંથી પહેલી વખત ચૂંટાઈ આવેલા જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય લાલુબહેન નરશીભાઈ ચૌહાણની જાણ બહાર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ખોટું લેટરપેડ સદસ્યના નામે બનાવી હતી. તેમાં ખોટી સહી કરીને તંત્રમાં રજૂઆતો કરી છે. તંત્રમાં ખોટા લેટરપેડનો ઇનવર્ટ પણ કરી દેવામાં આવી હતી. .ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્ય લાલુબહેન નરશીભાઈ ચૌહાણ અલંગ બેઠક પર જીત મેળવીને સદસ્ય બન્યા બાદ તેમના વિસ્તારમાં ઘણા સમયથી લાલુબહેનના નામના આપના લેટરપેડ ઉપર જિલ્લા પંચાયત, ડીએસપી અને કલેકટર વગેરેને રજૂઆતો અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવી રહી છે. કોઈ અજાણ્યુ વ્યક્તિ ખોટું ડુપ્લીકેટ લેટરપેડ બનાવીને અલંગ વિસ્તારની રજૂઆતો કરી રહ્યું છે. જે ધ્યાને આવતા લાલુબહેન ડીડીઓ, કલેકટર અને ડીએસપીને આ ડુપ્લીકેટ લેટરપેડ અને ખોટી સહીઓ કરીને તેમની છબી બગાડી રહ્યો હોવાનો આક્ષેપ સાથે અજાણ્યા શખ્સને ઝડપી લેવા લેખિત માંગ કરી છે.

Previous articleરાણપુર તાલુકાના ચંદરવા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
Next articleરેલ્વેની ઇલેક્ટ્રીક લાઇન પસાર થતા ઉંચાઇવાળા વાહનો પર લદાયું નિયંત્રણ