ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી. આર. પાટિલજીની સૂચના અને માર્ગદર્શન અનુસાર વન-ડે-વન-બૂથ અભિયાન અંતર્ગત ભાવનગર શહેર અધ્યક્ષ શ્રી રાજીવભાઈ પંડ્યા અને મહામંત્રીશ્રીઓ યોગેશભાઈ બદાણી, અરુણભાઇ પટેલ, ડી. બી. ચુડાસમાની આગેવાનીમાં ૧૩ મે ૨૦૨૨ અને શુક્રવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે પંડિત દીનદયાળ ભવન ખાતે એક મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં શહેરના તમામ વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ અને વરિષ્ઠ આગેવાનો હાજર રહેલ. આગામી સમયમાં પ્રદેશ ભાજપની સૂચના અનુસાર પ્રમુખશ્રી અને ત્રણેય મહામંત્રીશ્રીઓ દ્વારા પ્રત્યેક વોર્ડના પ્રવાસનું આયોજન થનાર છે, ત્યારે વોર્ડ સંગઠનને તેની કાર્યસૂચિ બાબતે આ મિટિંગમાં માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.