GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

45

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. ‘વરસાદ લાવવા માટે ગવાતો રાગ’ શબ્દસમુહ માટે એક શબ્દ
– મલ્હાર
ર. પંખી ઉડીને ઝાડ પર બેઠું – આ વાકયમાં ‘ઉડીને’ શબ્દ શું છે ?
– કૃદન્ત
૩. ‘અભ્યાગત’નો સમાનાર્થી શબ્દ……. છે. અતિથિ
૪. ‘ભરમાંડ’ શબ્દનું સાચું શિષ્ટરૂપ….. છે.
– બ્રહ્માંડ
પ. નીચેના શબ્દોમાંથી કયો શબ્દ ‘ચંદ્ર’નો સમાનાર્થી નથી ?
– ભાસ્કર
૬. દ્વિગુ સમાસને ઓળખી બતાવો. – નવરાત્રી
૭. કયું જોડકું ખોટું છે ?
– સોનામહોર- દ્વન્દ્વ
૮. અલંકાર ઓળખાવો : ‘ઉંઘતાને પાયે જગની જેલ’
– રૂપક
૯. નીચે આપેલા સમાસમાંથી મધ્યમપદલોપી સમાસ અલગ તારવો.
– પૂરણપોળી
૧૦. ‘અંગુઠા’ પાસેની આંગળી શબ્દસમુહ માટે એક શબ્દ કયો ?
– તર્જની
૧૧. ‘કરાલ’ શબ્દ્યનો સમાનાર્થી શબ્દ કયો છે ?
– ભયંકર
૧ર. કયો શબ્દ ‘અનુપમ’નો સમાનાર્થી છે ?
– અપૂર્વ
૧૩. ‘અલ્પોકિત’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ…….. છે.
– અત્યુકિત
૧૪. ‘નેકી’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ…. છે
-બદી
૧પ. ‘તાવડી વેચનાર’ કોણ ?
– લોઢી
૧૬. ‘કાન ફુકવા’ એટલે…..
– કાનભંભેરણી કરવી
૧૭. ‘રૂઢિ’નો સમાનાર્થી શબ્દ એટલે….. પરંપરા
૧૮. ‘ગૌણ’નો વિરૂદ્ધાર્થી શબ્દ…. છે.
– પ્રધાન
૧૯. પશુપંખીની ભાષા સમાજવાની વિદ્યા એટલે….
– કાગવિદ્યા
ર૦. ‘ગાયક ન લાયક તું ફોટ ફુલાણો છે’
– અલંકાર જણાવો – યમક
ર૧. ‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય’ – કહેવત જણાવો.
– સ્વભાવ બદલવો મુશ્કેલ છે
રર. ‘અલ્પાહારી’નો વરૂદ્ધાર્થી શબ્દ એટલે….
– ખાઉધરૂ
ર૩. ‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ એટલે…
– ખર્ચમાં વધુ ખર્ચ
ર૪. ‘ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો’ – કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ?
– ઘર બાળી તરીથ કરવું
રપ. ‘બકાલુ’ એટલે
– શાકભાજી
ર૬. ‘સરસાઈ’ એટલે…….
– ચઢિયાતાપણું
ર૭. ‘સદાવ્રત’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
– અન્નક્ષેત્ર
ર૮. ‘રીતરિવાજ’ કયો સમાસ છે ?
– દ્વન્દ્વ
ર૯. ‘પુત્રૈષણા’ શબ્દનો સંધિવિગ્રહ…….. છે.
– પુત્ર +એષણા

Previous articleકોઇ પથ્થરસે ન મારો આયારામ-ગયારામકો!!! (બખડ જંતર)
Next articleઘઉંનો ભાવ વધતા સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો