રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામે આઝાદી પછી સૌપ્રથમ દલીત વાસથી નવા આગરીયાના નવા રોડનું ખાતમુર્હુત ગ્રામ આગેવાનો સાથે સરપંચ હાથીભાઈ ખુમાણે કર્યુ હતું.
રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામે આઝાદી પછી સૌપ્રથમવાર દલીતવાસની નવા આગરીયાના નવા રોડનું ખાતમુર્હુત ગામ આગેવાનો, સરપંચ હાથીભાઈ ખુમાણ, પ્રકાશભાઈ ખુમાણ, આતુભાઈ કાતરીયા, રમેશભાઈ ઠુમ્મર, જીવાભાઈ જાવધરા, પ્રવિણભાઈ કવા, ધીરૂભાઈ ઠુમ્મર, ભીખારામબાપુ ગોંડલીયા, રામભાઈ વાણીયા, જયસુખભાઈ કોટડીયા, દલીત રામભાઈ વીંજુડા, નારણભાઈ વીંજુડા અને રતિભાઈ વીંજુડાએ કરેલ. આઝાદી પછી સૌપ્રથમવાર રોડ નવો બનતા ગામ તથા દલીત સમાજમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે.