ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો : રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉંની આંતરાષ્ટ્રીય કિંમતમાં લગભગ ૪૦ ટકાનો વધારો નોંધાયો છે, જેણા કારણે ભારતમાંથી નિકાસ વધી ગઈ છે
નવી દિલ્હી,તા.૧૪
મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ઘઉંના નિકાસ પર શરતી પ્રતિબંધ મૂકી દીધો છે. ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલું રહેશે. સરકારનો આ નિર્ણય પહેલાથી જ કરારબદ્ધ નિકાસ પર લાગુ થશે નહીં. સરકાર તરફથી તેનું એક નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ભારત, પાડોશી દેશો અને અન્ય સંવેદનશીલ દેશોની ખાદ્ય સુરક્ષા જોખમમાં છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આ કદમ દેશની સમગ્ર ખાદ્ય સુરક્ષાને પહોંચી વળવા અને પાડોશી અને સંવેદનશીલ દેશોની જરૂરિયાતોને પુરી કરવા માટે લેવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકાર પાડોશી અને અન્ય સંવદનશીલ વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતો પુરી પાડવા માટે પ્રતિબદ્ધ છે, જે ઘઉંના વૈશ્વિક બજારમાં અચાનક ફેરફારોને કારણે પ્રતિકૂળ રૂપથી પ્રભાવિત કરે છે અને પર્યાપ્ત ઘઉંનો પુરવઠો મેળવવામાં અસમર્થ છે.
સરકારે વધુમાં જણાવ્યું છે કે, ઘઉંની વૈશ્વિક કિંમતોમાં અચાનક વધારો થયો છે, જેણા પરિણામ સ્વરૂપે ભારત, પાડોશી દેશો અને અન્ય વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં દેખાઈ રહી છે. રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉંની આંતરાષ્ટ્રીય કિંમતમાં લગભગ ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. જેણા કારણે ભારતમાંથી નિકાસ વધી ગઈ છે. માંગ વધવાથી સ્થાનિક સ્તરે ઘઉં અને લોટની કિંમતમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, ઘઉંની ખરીદી માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય ૨,૦૧૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. દેશમાં ઘઉં અને લોટનો છૂટક ફુગાવો એપ્રિલમાં વધીને ૯.૫૯% થયો છે જે માર્ચમાં ૭.૭૭% હતો. આ વર્ષે ઘઉંની સરકારી ખરીદીમાં લગભગ ૫૫% ઘટાડો થયો છે કારણ કે ખુલ્લા બજારમાં ઘઉંની કિંમત સ્જીઁ કરતા ઘણી વધારે છે. નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકાર પાડોશી અને અન્ય સંવદનશીલ વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતો પુરી પાડવા માટે પ્રતિબદ્ધ છે, જે ઘઉંના વૈશ્વિક બજારમાં અચાનક ફેરફારોને કારણે પ્રતિકૂળ રૂપથી પ્રભાવિત કરે છે અને પર્યાપ્ત ઘઉંનો પુરવઠો મેળવવામાં અસમર્થ છે.