બગદાણા પોલીસે જીર્ણક્ષીર્ણ અસ્થિઓ કબ્જે કરી તપાસનો ધમધમાટ આદર્યો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ધરાઈ ગામની સીમમાં આવેલ એક વાડી સ્થિત કુવા માથી ગાળ કાઢતી વેળાએ મજુરોને માનવ કંકાલ મળતા મજુરોએ વાડી માલિકને જાણ કરતાં ખેડૂતે પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી માનવ કંકાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.ભાવનગર જિલ્લાના સેંકડો નાનાં મોટાં ગામડાઓમાં હાલમાં ઉનાળાને પગલે ઉંડા ઉતરી ગયેલા ભૂગર્ભ જળસ્તરને પગલે તથા આવનાર ચોમાસામાં કુવાઓમા જળસંગ્રહ ની ક્ષમતા વધારવા માટે નવા કુવાઓ બનાવવા સાથે જૂના કુવાઓ ઉંડા કરવા તથા હયાત કૂવાઓ માથી ગાળ-(માટી સાથે બુરાયેલ કુવાઓનુ રીનોવેશન) સહિત કુવાઓને બાંધવાની કામગિરીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આ કામમાં માહેર-પારંગત રાજસ્થાનના મારવાડી શ્રમિકો વાડી-ખેતરોમાં સહપરિવાર પડાવ નાખી કુવાઓની કામગીરી અંગેની મજૂરીઓ કરે છે ત્યારે મહુવા તાલુકાના ધરાઈ ગામની સીમમાં હસમુખભાઈ વિરજીભાઈ પટેલ ની માલિકીની વાડીમાં આવેલ કુવાનુ તળીયુ તોડી ઉંડો ઉતારવા સાથે ગાળ કાઢવા માટે નું કામ મારવાડી શ્રમજીવીઓ ને સોંપ્યું હતું દરમ્યાન આ કુવામાંથી કંમ્પી વડે ગાળ કાઢવામાં આવી રહ્યો હતો એ દરમ્યાન કુવાના કાંપમા માનવ હાડપિંજર નઝરે ચડતા તેઓએ વાડી માલિક હસમુખભાઈ ને જાણ કરતાં તેઓ વાડીએ દોડી આવ્યા હતા અને માનવ કંકાલ નિહાળી બગદાણા પોલીસને જાણ કરતાં પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માનવ કંકાલ નો કબ્જો લઈ સ્થળપર પંચનામું કરી વાડી માલિકની પુછપરછ હાથ ધરી હતી આ હાડપિંજર સાથે અન્ય કોઈ પુરાવા ન મળતાં પોલીસે આ અસ્થિનો કબ્જો ફોરેન્સિક વિભાગને સોંપી મૃતકની ઓળખ મેળવવા સાથે ધરાઈ તથા આજુબાજુના ગામ માથી ગુમ થયેલ વ્યક્તિ ઓ અંગે તપાસ હાથ ધરી છે આ હાડપિંજર કોનું છે આ વ્યક્તિ ની હત્યા થઈ છે કે આપઘાત કે અકસ્માતે પડી ગઈ હોય એ સમગ્ર બાબત પરથી પડદો ઉંડાણ પૂર્વકની તપાસ બાદ જ ઉજાગર થશે ખોબા જેવડા ધરાઈ ગામની સીમમાં કુવામાંથી નર કંકાલ મળવાની ઘટનાને પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.