ગુજરાતમાં સંરક્ષણ ક્ષમતા મહોત્સવની ઉજવણી

78

આપણા દેશની ઉર્જા સુરક્ષા, ટકાઉ વિકાસ અને પર્યાવરણ સુરક્ષા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમ છે. કાર્યક્રમનો મુખ્ય ધ્યેય અશ્મિભૂત ઇંધણ પર થતા નકામા ખર્ચને રોકવા, દેશના વિદેશી રાજકોષ પર વધતા બોજને ઘટાડવા અને અશ્મિભૂત ઇંધણને બાળવાથી ઉત્પન્ન થતા ગ્રીન હાઉસ વાયુઓની પ્રતિકૂળ અસરથી પર્યાવરણને બચાવવાનો છે. પેટ્રોલિયમ ઉત્પાદનોના સંરક્ષણ, બળતણ-કાર્યક્ષમ સાધનોને પ્રોત્સાહન આપવા તથા પેટ્રોલિયમ સંરક્ષણ માટેની નીતિઓ અને વ્યૂહરચનાઓ પ્રસ્તાવિત કરવામાં સરકારને મદદ કરવા માટે અને મોટા પાયે જનજાગૃતિ લાવવામાં પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન (ઁઝ્રઇછ) અગ્રસર છે. એજ નિષ્ઠા સાથે ૧૧મી એપ્રિલ ૨૦૨૨ થી ૩૦ મી એપ્રિલ ૨૦૨૨ દરમિયાન આઝાદી કા અમૂર્ત મહોત્સવ અંતર્ગત ગ્રીન અને કિલન એનર્જીની ટેગ લાઈન સાથે સક્ષમ (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ ૨૦૨૨નું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવ્યું છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા સક્ષમ-૨૦૨૨ દરમિયાન ગુજરાત રાજ્યમાં આશરે ૫૦૦૦ કરતા વધારે પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. અશ્મિભૂત ઇંધણના સંરક્ષણ માટે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલો, જેમકે અતિ સ્વચ્છ મ્જીફૈં ઇંધણને અપનાવવું, ઇંધણમાં ઇથેનોલનું મિશ્રણ અને પ્રધાનમંત્રી ઉજ્જ્‌વલા યોજના દ્વારા ગુજરાતમાં એલપીજીના પ્રવેશમાં વધારો કરવો, સિટીગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિકાસ દ્વારા ઉર્જા મિશ્રણમાં ગેસનો હિસ્સો વધારવા પર ભાર આપવુ, જીછ્‌છ્‌ યોજના હેઠળ ૧૫ સ્સ્‌ઁછ ગેસનું ઉત્પાદન કરવા ૫,૦૦૦ કોમ્પ્રેસ્ડ બાયોગેસ (ઝ્રમ્ય્) પ્લાન્ટ શરૂ કરવાની યોજના, સૌરઉર્જા, પવનઉર્જા, ઝ્રદ્ગય્ સાથે હાઇડ્રોજન જેવા ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતોમાં સંશોધન, ઈ-મોબિલિટી વિકલ્પોને આપવામાં આવેલ પ્રોત્સાહન વગેરે. આ ઉપરોક્ત પ્રોગ્રામ અનુસંધાને ગુજરાતની ૨૦ કરતા વધારે એન્જીનીયરીંગ અને ડિપ્લોમાની કોલેજોમાં વર્કશોપ, ગ્રુપ ટોક અને વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleદિલ્હીની આગ દુર્ઘટનાના હતભાગીઓના પરિવારજનોને મોરારિબાપુની દ્વારા સહાય
Next articleમોરારીબાપુના હસ્તે ભાવનગરના પાર્શ્વ ગાયક જયદેવ ગોસાઈને રાવજીભાઈ પટેલ સંગીત યુવા પ્રતિભા અવોર્ડથી સન્માનિત કરાયાં