સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે રૂા.૨૦ લાખના ખર્ચે આ પુલનું કામ ખાતમુહૂર્ત કરતાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી.મકવાણા

43

સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણાએ આજે ભાવનગરના શિહોરના વોર્ડ નં.૯ માં કોઝ વે પર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે રૂા.૨૦ લાખના ખર્ચે નવાં પુલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારે સુવિધામાં વધારો કર્યો છે. ઉનાળામાં જિલ્લામાં ૭૫ સરોવરની જગ્યાએ ૧૦૦ સરોવરનું નિર્માણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત રાજ્યમાં અનેક રોડ- રસ્તાઓનું આગામી સમયમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે.

નાનામાં નાના સ્થળ સુધી માળખાકીય સુવિધાઓનો વિસ્તાર થાય તે માટે સરકાર કટિબધ્ધ છે તેમ જણાવી શિહોરવાસીઓની કોઝવે પર પુલ બનાવવાની માંગણીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે અને ચોમાસામાં પાણી ભરાવાને કારણે પડતી હાલાકીમાંથી છૂટકારો મળશે તેમ જણાવ્યુંહતું.
રાજ્ય સરકાર દ્વારા રોડ, રસ્તા, ગટર, વીજળી જેવાં સામાન્ય પ્રજાજનોને સીધી રીતે સ્પર્શતા નિર્ણયોમાં ઝડપથી નિર્ણય લઇ પ્રજા સુખાકારીમાં વધારો થાય તે માટેના પગલાં ઉઠાવી લોકોની સુખ સગવડમાં વધારો કર્યો છે તેમ વધુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સિહોર નગરપાલિકા વોર્ડ નં ૯ ના જળુંબ પાસે આવેલ કોઝવે પુલ પરથી ચોમાસા પાણી દરમિયાન જનાજો લઈ કબ્રસ્તાનમાં જવું પડતું હતું. લઘુમતી સમાજના ૩ થી વધુ કબ્રસ્તાન આ વિસ્તારમાં આવેલ છે. ત્યારે આ સાંકડા પુલ અને વરસાદી પાણી સમયે પારાવાર મુશ્કેલીમાંથી આ પુલ બનતાં આ તકલીફોમાંથી મુક્તિ મળશે. જિલ્લા ભાજપ લઘુમતી સમાજના પ્રમુખશ્રી યુનુસભાઈ તેમજ સ્થાનિક લઘુમતી સમાજના નગરસેવકો તેમજ સમાજના મહાનુભાવો દ્વારા સિહોર નગરપાલિકાના પ્રમુખશ્રી વી.ડી.નકુમને આ બાબતે રજૂઆત કરી હતી. તેમણે આ અંગે સરકારમાં પત્રવ્યવહાર કરીને તથા મંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ પુલનું કામ મંજૂર કરાવ્યું હતું. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે રૂા. ૨૦ લાખના ખર્ચે આ પુલનું કામ અંગે ખાતમુહૂર્ત અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પા. પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળિયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કેતનભાઈ જસાણી, જિલ્લા ભા.જ.પા. ના હોદ્દેદારો, સિહોર શહેર ભા.જ.પા. પ્રમુખશ્રી ડી.સી.રાણા, મહામંત્રીશ્રી ઘનશ્યામભાઇ પરમાર, નિલેશ જાની જિલ્લા ભાજપ લઘુમતી સેલના પ્રમુખશ્રી યુનુશભાઈ મહેતર, ઉપપ્રમુખશ્રી ચતુરભાઈ રાઠોડ, રજ્જાકભાઈ સોલંકી, વિપક્ષ નેતાશ્રી કિરણ ઘેલડા, મુકેશ જાની,કરીમભાઈ સરવૈયા, ઇકબાલ સૈયદ તેમજ શિહોર નગરપાલિકાના નગર સેવકો તેમજ શિહોર નગરની જનતા ઉપસ્થિત રહી હતી.

Previous articleમોરારીબાપુના હસ્તે ભાવનગરના પાર્શ્વ ગાયક જયદેવ ગોસાઈને રાવજીભાઈ પટેલ સંગીત યુવા પ્રતિભા અવોર્ડથી સન્માનિત કરાયાં
Next article૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનના દસ ગામ દિઠ ફરતાં પશુ દવાખાનાની સરાહનીય કામગીરી