સિવિલની ઓનલાઇન એપોઇમેન્ટ લેવામાં દર્દીઓનો મોળો પ્રતિસાદ

1667

 

ગાંધીનગર સિવિલમાં રોજના અનેક દર્દીઓ સારવાર લેવા આવે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓની સંખ્યા વધારે હોય છે. તબીબ પાસે સારવાર કરાવા પાછળ એક કલાક નિકળી જાય છે. શહેરમાં વીઆઇપી અને વીવીઆઇપી દર્દીઓની સંખ્યા પણ વધારે હોય છે. દર્દીને સારવાર લેવામાં લાઇનમાં બેસી રહેવુ ના પડે માટે ઓનલાઇન એપોઇમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં દર્દીઓ નિરક્ષર સાબિત થઇ રહ્યા છે.

પાટનગરની સિવિલમાં દર્દીઓને લાઇનમાં બેસીને સમય પસાર કરવો ના પડે તે માટે ઓનલાઇન એપોઇમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. પરંતુ સિસ્ટમને સફળ બનાવવામાં ક્યાક સિવિલના સત્તાધિશોથી લઇને કર્મચારીઓ સુધી વામણા પુરવાર થઇ રહ્યા છે. સિસ્ટમને શરૂ કરાયાને એક વર્ષ કરતા વધારે સમય નિકળી ગયો છે, છતા આંગળીના વેઢે ગણી શકાય તેટલા દર્દીઓએ પણ ઉપયોગ કર્યો નથી. ઓનલાઇન એપોઇમેન્ટ કેવી રીતે લેવી ? અને ક્યાં તબીબ પાસે સારવાર કરાવવાથી લઇને કોઇ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. ત્યારે ક્યાંક શિક્ષિત નગરીના લોકો અશિક્ષિત સાબિત થઇ રહ્યા છે.

પરિણામે દર્દીઓની કતાર જોવા મળતી હોય છે, તબીબ પાસે સારવાર કરાવા પાછળ એક કલાક જેટલો સમય નિકળી જાય છે. શહેરમાં વીઆઇપી અને વીવીઆઇપી દર્દીઓની સંખ્યા પણ વધારે હોય છે. દર્દીને સારવાર લેવામાં લાઇનમાં બેસી રહેવુ ના પડે માટે ઓનલાઇન એપોઇમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં દર્દીઓ નિરક્ષર સાબિત થઇ રહ્યા છે.

સિવિલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે.તેથી આવી નવી સુવિધા આપવામા આવી છે પણ તેનો લાભ લેવામા આવતો નથી.

ઓનલાઇન એપોઇમેન્ટ સિસ્ટમને લઇને સિવિલના મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. બિપિન નાયકે કહ્યુ કે, સિસ્ટમ હાલમાં પણ કાર્યરત છે. પરંતુ દર્દીઓ તેનો ઉપયોગ કરતા નથી. જો દર્દીઓ સિસ્ટમનો ઉપયોગ કરે તો લાઇનમાં બેસી રહેવામાંથી મુક્તિ મળશે. એક તબીબની અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે.

પરંતુ હાલમાં દર્દીઓ ઓનલાઇન એપોઇમેન્ટ નહિ લેતા હોવાથી તબીબ રૂટીન દર્દીઓની સારવાર કરતા હોય છે. પરંતુ આ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત થાય અને દર્દીઓ પણ તેનો ઉપયોગ કરી સમય બચાવે તે માટે ઓનલાઇન એપોઇમેન્ટ સિસ્ટમનો યોગ્ય રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવશે.

Previous articleક્રેડીટકાર્ડના ક્લોન કાર્ડ બનાવી પૈસા સેરવતી ગેંગનો સુત્રધાર ઝબ્બે
Next articleICICI એચએફસી આગામી ૩થી ૪ વર્ષમાં ગુજરાતમાં રૂ. ૨,૫૦૦ કરોડની લોનનું વિતરણ કરશે