પાળીયાદ વિસામણબાપુની જગ્યા ખાતે ૩ દિવસની વરીયા પ્રજાપતિ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ

45

ક્રિકેટ ટુર્નામેન્ટ મા ૧૬ ટીમો જેમાં મુંબઈ,સુરત,નડિયાદ,વડોદરા,બોટાદ,અમદાવાદ ની ટીમો એ ભાગ લીધો..
બોટાદ જીલ્લાના પાળીયાદ ખાતે પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા મા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા ના અધ્યક્ષ સ્થાને અને પૂજ્ય ભયલુબાપુ ના સાથ અને સહયોગ થી તારીખ ૧૩-૧૪ અને ૧૫ એમ ૩ દિવસ ની વરીયા પ્રજાપતિ સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ આ 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ મા ૧૬ ટીમો જેમાં મુંબઈ સુરત નડિયાદ વડોદરા બોટાદ અમદાવાદ ની ટીમો એ ભાગ લીધેલ અને દરેક મેચ મા મેન ઓફ ધ મેચ નો ટ્રોફી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ વડોદરા-એ અને નડિયાદ-એ વચ્ચે રમાઇ જેમાં વડોદરા – એ ટીમ નો વિજય થયો હતો ત્યારબાદ તમામ ખેલાડીઓ નું સારા પ્રદર્શન બદલ સન્માન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં ખેલાડીઓ ને બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સિરીઝ ની ટ્રોફી આપવામાં આવેલ અને ઠાકર ના સેવક શ્રી મનોજભાઈ કાનજીભાઈ ભીમાણી તરફ થી ૩ દિવસ ની રસોઈ આપવામાં આવેલ અને તારીખ ૧૫ ના રોજ ધજા રોહણ કરી સૌ એ પ્રસાદ લઈ ખૂબ ઉત્સાહ સાથે 3 દિવસ ના ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજન નું આજે સમાપન થયું હતું..
તસવીર-વિપુલ લુહાર

Previous articleભાવનગરના કુંભારવાડામાં ઘરભાડું ચુકવવા જણાવતાં પતિએ પત્નીને માર માર્યો
Next articleભારોલી ના વેણવાળા શ્રી ખોડીયાર માતાજીનો સાતમો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ નું આયોજન કરવા આવ્યુ