સેન્ટ્રલ સોલ્ટમાં સ્વચ્છતા પખવાડા ૨૦૨૨ ની ઉજવણી કરવામા આવી

55

ભારત સરકાર ના દરેક મંત્રાલયો અને વિભાગોમાં સ્વચ્છતાના મુદ્દાઓ અને પ્રથાઓ પર સઘન ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્ય થી વર્ષ ૨૦૧૬ થી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન ભારત સરકાર ના દરેક મંત્રાલયો અને વિભાગોમાં થાય છે. આ માટે ભારત સરકાર સ્વચ્છતા પખવાડા કેલેન્ડર બહાર પડે છે જેમાં દરેક મંત્રાલય તથા વિભાગ ને જાન્યુઆરી થી ડીસેમ્બર દરમ્યાન ક્યારે સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવાનું છે તેની વિગતો આપેલી હોય છે. સ્વચ્છતા પખવાડા કેલેન્ડર ૨૦૨૨ પ્રમાણે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ને ૦૧-૦૫-૨૦૨૨ થી ૧૫-૦૫-૨૦૨૨ દરમ્યાન સ્વચ્છતા પખવાડા નું આયોજન કરવાનું નક્કી થયેલ. ભાવનગરની CSIR – સેન્ટ્રલ સોલ્ટ એંન્ડ મરીન કેમીક્લ્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (CSMCRI) સંસ્થા ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ ની સ્વાયત સંસ્થા હોવાથી તેમાં ૦૧-૦૫-૨૦૨૨ થી ૧૫-૦૫-૨૦૨૨ દરમ્યાન સ્વચ્છતા પખવાડા ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું. સ્વચ્છતા પખવાડા ૨૦૨૨ ની ઉજવણી માટે CSIR- સેન્ટ્રલ સોલ્ટ એંન્ડ મરીન કેમીક્લ્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (CSIR-CSMCRI)માં તારીખ ૦૧-૦૫-૨૦૨૨ થી ૧૫-૦૫-૨૦૨૨ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા ના દરેક અધિકારી/કર્મચારી ને સ્વચ્છતા પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં આવ્યા અને તેમને એવો આદેશ આપવામાં આવ્યો કે દરેક કામકાજના દિવસે, સંસ્થાના પરિસરમાં કામ કરતા તમામ અધિકારી/કર્મચારીઓ ઓછામાં ઓછી ૧૦ થી ૨૦ મિનિટ તેમની આસપાસની જગ્યાની સ્વચ્છતા માટે ફાળવશે. આ સંબંધ માં વિભાગોના વડાઓને તેમને સંબંધિત વિભાગોમાં તેમની અનુકૂળતા મુજબ સ્વચ્છતાને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું કહેવામાં આવ્યું.
તારીખ ૧૦.૦૫.૨૦૨૨ ના દિવસે સંસ્થાના ઓડિટોરિયમમાં સંસ્થાના ડાયરેક્ટર, દરેક વિભાગ ના વડા અને સામાન્ય સંવર્ગ અધિકારીયોએ સ્વચ્છતા પ્રતિજ્ઞા લીધી. સંસ્થા ના અન્ય કર્મચારી અને અધિકારીયોએ સ્વચ્છતા પ્રતિજ્ઞા પોતાના કાર્યસ્થળ પર રહીને લીધી. સ્વચ્છતા પખવાડામાં સંસ્થામાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા ની રહેણાંક જગ્યાઓ/કોલોનીઓ/એપાર્ટમેન્ટ, હોસ્ટેલ, ગેસ્ટ હાઉસ વગેરેને વિશેષ સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૪.૦૫.૨૦૨૨ ના દિવસે સવારે ૮ વાગ્યાથી વિશેષ સ્વચ્છતા અભિયાન હેઠળ સામાન્ય જગ્યાઓ એટલે કે બેસવાની જગ્યા/રૂમ, લેબ્સ, કોરિડોર, વરંડા, સીડી, બગીચો, પાર્કિંગ, કાફેટેરિયા વગેરેની સફાઈ કરવાનું આયોજન થયેલ જેમાં સંસ્થાના સ્ટાફ સભ્યો, સંસ્થા ના ડાયરેક્ટર, સીનીયર મોસ્ટ વૈજ્ઞાનિક અને કાર્યાલય પ્રમુખ અને સંસ્થાના અલગ અલગ વિભાગોના વડાઓએ સ્વયં સફાઈ કરી સફાઈ અભિયાન માં ભાગ લીધો હતો. સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર શ્રીનીવાસન કન્નને આ પ્રસંગે હાજર સૌને સ્વચ્છતાની જરૂરિયાત વિષે સભાન કરાવ્યા અને સમજાવ્યું કે સફાઈ એ વર્ષમાં ફક્ત એક વખત કે આવા કોઈ પ્રસંગે કરવાની પ્રવૃત્તિ નથી પરંતુ તેને આપણી રોજિંદી અધિકારીક તેમજ વ્યક્તિગત પ્રવૃત્તિઓ અથવા ફરજોનો અભિન્ન અંગ ભાગ બનાવવો જોઈએ. સ્વચ્છતા પખવાડા ૨૦૨૨ ની ઉજવણી સંસ્થાના ફિલ્ડ સ્ટેશન કે જે મંડપમ, તામિલ નાડુમાં સ્થિત છે ત્યાં પણ ઉપર દર્શાવેલ પ્રવૃતીઓ કરીને કરવામાં આવી. CSIR- સેન્ટ્રલ સોલ્ટ એંન્ડ મરીન કેમીક્લ્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ(CSIR-CSMCRI) માં સ્વચ્છતા પખવાડા ૨૦૨૨ ની ઉજવણી સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર શ્રીનીવાસન કન્નનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. સ્વચ્છતા પખવાડા ૨૦૨૨ ના કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના વૈજ્ઞાનિકો, કર્મચારીઓ તથા રિસર્ચ સ્ટુડન્ટ્‌સે પોતાનુ યોગદાન આપેલ. સીનીયર મોસ્ટ વૈજ્ઞાનિક ડૉ. બિશ્વજિત ગાંગુલી, સંસ્થાના કંટ્રોલર ઓફ ઐડિ્‌મનિસ્ટ્રૈશન શ્રી સુભાષ ચન્દ્ર તથા વૈજ્ઞાનિક વિજય કુમાર ગુંતુરૂનું તથા તેની સાથે જોડાયેલ અન્યોનું સ્વચ્છતા પખવાડા ૨૦૨૨ ના કાર્યક્રમને સફળ બનાવવામાં વિશેષ યોગદાન રહ્યું.

Previous articleભારોલી ના વેણવાળા શ્રી ખોડીયાર માતાજીનો સાતમો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ નું આયોજન કરવા આવ્યુ
Next articleસિહોરમાં ફૂડ પોઇઝનીંગનો બનાવ : છાસ પીધા બાદ સંખ્યાબંધ લોકોની તબિયત લથડી