રાજુલા નજીક આદસંગ ધામે સૌ પ્રથમવાર અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન રાષ્ટ્રીય સંસ્થાની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મભટ્ટ (બારોટ)તેમજ પ્રદેશ અધ્યક્ષ શંભુજીરાય (બારોટ)ના અધ્યક્ષ સ્થાને સાત જીલ્લાના વહીવંચા બારોટની બહોળી સંખ્યામાં હાજરી સાથે યોજાઈ હતી.
રાજુલા નજીક આદસંગ ધામે ઉદાસી સમર્થ સંત પ્રેમદાસ બાપુના આશ્રમ મઢીએ સૌ પ્રથમવાર અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન રાષ્ટ્રીય લેવલે સંસ્થાની બેઠક સાત જિલ્લા જેમાં અમરેલી રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથના ઉના ભાવનગરના ગીરયાધાર, તળાજા, મહુવા, સા.કુંડલા ચલ્લા, ખાંભા, ધારી તાલુકાના મળી એક એક કાર્યકર્તાઓ પાછળ બહોળી સંખ્યા ધરાવતી માત્ર કાર્યકર્તાઓની જેમા ૨૩૦ કાર્યકર્તાઓની હાજરીમાં બેઠક જેમા સૌ પ્રથમવાર રાષ્ટ્રીય વંશાવલી સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વરજી બારોટ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શંભુજી રાવે બારોટના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ ખજાનચી સતીષભાઈ બારોટ, પ્રદેશ યુવા પ્રકોષ્ઠ પ્રમુખ હીતેષભાઈ બારોટની તેમજ ધર્મ જાગરણ સંસ્થાના વિભાગીય અધિકારી કપીલભાઈ સહીતની ઉપસ્થિતીમાં રાજકોટથી પધારેલ સંત શાન્તીદાલ બાપુના અને પરેશ્વરજીના વરદ હસ્તે બાપુની સમાધી પુંજન દીપ પ્રાગટ્યથી બેઠકનો દોર શરૂ કરી જેમાં વંશાવલી એટલે શું તે વીષે અને તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવેલ તેમજ પ્રશ્નોત્તરીના સત્રમાં બાબરીયાધામ રામભાઈ બારોટે દરેકના પ્રશ્ને એક જ વાતમાં સમાવેશ કરતા સર્વના હૃદયમાં પરમેશ્વરજીના જવાબોમાં આનંદ છવાયો તેમજ બપોરના મહાપ્રસાદમાં અમરૂભાઈ બારોટ અને દીલીપભાઈ બારોટ દ્વારા મહાપ્રસાદના ખર્ચના દાતા બની લાભ લીધો તેમજ ભાવનગર જીલ્લાની જવાબદારી અરૂણભાઈ બારોટ અને વડલી રમેશભાઈ બારોટને તેમજ ગીરી સોમનાથ જીલ્લાની જોરૂભાઈ બારોટ તેમજ તાલુકા વાઈસમાં સા.કુંડલામાં નટુભાઈ બારોટ તથા રમેશભાઈ તથા ભરતભાઈ ખાંભામાં વળદાનભાઈ ફોરેસ્ટ તથા છત્રસંગ બારોટ ચલ્લામાં ગુણુભાઈ તથા દીલીપભાઈ રાજુલામાં દેવકુભાઈ મનાતરા હરદાનભાઈ સોનરાત, કનુભાઈ સોનરાત કીશોરભાઈ રેણુકા દીલીપભાઈ લગ્ધીર દાદાભાઈ બારોટ સહિત સહીયારા પ્રયાસોથી વંશાવલી સંસ્થાના સદસ્યતા અભિયાન પૂર્ણ થયા બાદ કારોબારી રચનાઓની જવાબદારી પણ સોપાઈ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ રેણુકા દ્વારા કરાયું.