મસ્જિદમાં શિવલિંગવાળી જગ્યાને સીલ કરવા કોર્ટે આપ્યો આદેશ

50

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો વિવાદ વધુ વકર્યો : જિલ્લા અધિકારી, પોલીસ કમિશનર, પોલીસ કમિશ્નરેટ અને સીઆરપીએફ કમાન્ડોની જવાબદારી રહેશે કે આ સ્થળને સંરક્ષિત-સુરક્ષિત કરવામાં આવે
વારાણસી, તા.૧૬
ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે સોમવારે એક નવો વળાંક આવ્યો છે. મસ્જિદની અંદરથી શિવલિંગ મળ્યુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વજુખાનાની અંદર કથિત રીતે શિવલિંગને સંરક્ષિત કરવા માટે વકીલ હરીશંકર જૈન દ્વારા વારાણસી સિનિયર ડિવીઝનની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીની તમામ દલીલો સાંભળ્યા બાદ જજ રવિ દિવાકરે આ અરજીનો સ્વીકાર કર્યો છે. સાથે જે તેઓએ વારાણસી તંત્રને આદેશ આપ્યો છે કે તેઓ શિવલિંગવાળી જગ્યાને સીલ કરીને તેને સુરક્ષિત અને સંરક્ષિત કરવાની જવાબદારી લે. વકીલ હરિશંકર જૈન તરફથી કહેવામાં આવ્યું કે, ૧૬ મે ૨૦૨૨ના રોજ મસ્જિદના કોમ્પલેક્સમાંથી શિવલિંગ મળ્યું છે. જે આ મામલે ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા છે. એટલા માટે જિલ્લા અધિકારી વારાણસીને આદેશ આપવામાં આવે કે તેઓ તેને સીલ કરી દે. એ સિવાય આ ખાસ જગ્યા પર મુસલમાનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવે. મસ્જિદમાં માત્ર ૨૦ મુસલમાનોને જ નમાઝ અદા કરવાની મંજૂરી આપવામાં આવે અને તેઓને વજુ કરવાથી તાત્કાલિક રોકવામાં આવે. કોર્ટના પ્રિસાઈડીંગ ઓફિસર રવિ દિવાકરે કહ્યું કે, તેઓએ આખી ફાઈલ જોઈ લીધી છે. જે જોતા સ્પષ્ટ થાય છે કે કોર્ટે મસ્જિદ પરિસરને કાર્યરત કરવાનો આદેશ આપ્યો હતો. વાદીગણનું કહેવું છે કે, કોમ્પલેક્સમાંથી મળેલા શિવલિંગને સંરક્ષિત કરવું જરુરી છે. એટલા માટે ન્યાયહિતમાં અરજી ૭૮-ગ સ્વીકારવા પાત્ર છે. કોર્ટે પોતાના આદેશમાં લખ્યું કે, હરિશંકર જૈન તરફથી કરવામાં આવેલી અરજીને સ્વીકારવામાં આવે છે. સાથે જ વારાણસીના જિલ્લા મેજીસ્ટ્રેટને આદેશ આપવામાં આવે છે કે જે સ્થળેથી શિવલિંગ મળ્યુ છે એ સ્થળને તાત્કિલક અસરથી સીલ કરી દેવામાં આવે. સીલ કરવામાં આવેલી જગ્યાએ કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવે નહીં. આ સિવાય વારાણસીના જિલ્લા અધિકારી, પોલીસ કમિશનર, પોલીસ કમિશ્નરેટ અને સીઆરપીએફ કમાન્ડોની જવાબદારી રહેશે કે આ સ્થળને સંરક્ષિત અને સુરક્ષિત કરવામાં આવે. કોર્ટે કહ્યું કે, સીલ કરવામાં આવેલા સ્થળને લઈને તંત્ર દ્વારા શું શું કરવામાં આવ્યું, એના સુપરવિઝનની જવાબદારી યુપીના પોલીસ મહાનિર્દેશક અને યુપી તંત્રના મુખ્ય સચિવની હશે. કોર્ટે અંતમાં કહ્યું કે, લિટિગેશન ક્લાર્કને આદેશ આપવામાં આપવામાં આવે છે કે, કોઈ પણ જાતના વિલંબ વગર નિયમનુસાર આદેશની નકલ સંબંધિત અધિકારીઓને મોકલે. ઉપરાંત, આ પત્ર પહેલાથી જ નિર્ધારિત તારીખ ૧૭ મે ૨૦૨૨ ના રોજ કમિશનના અહેવાલ પર સુનાવણી માટે રજૂ થવો જોઈએ. મુસ્લિમ પક્ષ મસ્જિદમાં શિવલિંગના દાવાને પાયાવિહોણો ગણાવી રહ્યું છે. જ્યારે એઆઈએમઆઈએમના નેતા વારિસ પઠાણને જ્યારે પૂછવામા આવ્યું કે શું તેઓ કોર્ટના આદેશમાં જ્ઞાનવાપી મસ્જિદમાં વિવાદિત જગ્યાએ શિવલિંગ છે, તો તેઓએ કહ્યું કે, તેઓ લોઅર કોર્ટમાં વિશ્વાસ કરતા નથી. તેઓએ કહ્યું કે, બંધારણે મને હાઈકોર્ટમાં જવાની છૂટ આપી છે. આ મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેથી આના પર તારણ કાઢવું યોગ્ય નથી. ૧૯૯૧ના પ્લેસ ઓપ વર્શીપ એક્ટમાં સ્પ્ષ્ટપણ કહેવામાં આવ્યું છે કે, ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પહેલાં જે ધાર્મિક સ્થળ જે સ્થિતિમાં હતું એવું જ રહેશે. જેથી તમે તેને સ્પર્શ કરી શકો નહીં. શું આપણે સંસદના કાયદાનું પાલન નહીં કરીએ?

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવિકસિત દેશ બનાવવા માટે મહાત્મા બુદ્ધ દ્વારા બતાવેલ માર્ગ પર ચાલો : પીએમ મોદી