ભાવનગર મંડળ કર્મચારીઓને “મિશન કર્મયોગી” અંતર્ગત વધુ સારી સેવા કેવી રીતે કરવી તે શીખવવા માટે તાલીમ આપવા આવશે

60

`પશ્ચિમ રેલવેનું ભાવનગર ડિવિઝન તેના કર્મચારીઓને “મિશન કર્મયોગી” હેઠળ સારી સેવા કેવી રીતે આપી શકાય તે શીખવવા માટે તાલીમ આપવા જઈ રહ્યું છે. ભાવનગર મંડળના લગભગ ૫૫૦ ફ્રન્ટલાઈન કર્મચારીઓને “મિશન કર્મયોગી” અભિયાન હેઠળ તાલીમ આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમ હેઠળ ટિકિટ ચેકર્સ, બુકિંગ ક્લાર્ક અને સ્ટેશન માસ્ટર જેવા ફ્રન્ટલાઈન સ્ટાફને તાલીમ આપવામાં આવશે. મંડળ પરનો આ તાલીમ કાર્યક્રમ ૧૮ મે, ૨૦૨૨ થી શરૂ થશે, જેમાં મંડળના તમામ ફ્રન્ટલાઈન કર્મચારીઓને ૦૨ દિવસની તાલીમ આપવામાં આવશે. આ સ્ટાફને “માસ્ટર ટ્રેનર્સ” દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવશે જેમણે પોતે ભારતીય રેલવે ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (IRITM) લખનઊ, રેલવે મંત્રાલય હેઠળની એક કેન્દ્રિય તાલીમ સંસ્થામાં તાલીમ લીધી છે. ભાવનગર મંડળના વાણિજ્ય વિભાગના ૧૪ કર્મચારીઓ અને પરિચાલન વિભાગના ૦૫ કર્મચારીઓએ લખનઊથી “માસ્ટર ટ્રેનર્સ” ની તાલીમ લીધી છે. મિશન કર્મયોગીનો હેતુ નાગરિક કેન્દ્રિત તાલીમ આપીને આ ફ્રન્ટલાઈન કામદારોના વલણને સુધારવાનો છે, પ્રથમ તો તેઓને “સેવા કરવાનો ઈરાદો” અને બીજું તેમની “સેવા કરવાની ક્ષમતા” વિકસાવવામાં મદદ કરવી.
૧૭ મે, ૨૦૨૨ ના રોજ, ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલ, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી સુનિલ આર. બારાપાત્રે, સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર માશૂક અહમદ, સિનિયર ડિવિઝનલ ઑપરેટિંગ મેનેજર આશિષ ધાનિયા અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલા આ માસ્ટર ટ્રેનર્સ ને મળ્યા અને તેમની સાથે મિશન કર્મયોગી વિશે વિગતવાર વાત કરી અને ટ્રેનર્સને તાલીમ દરમિયાન શ્રી ગોયલ અનુભવો, જીવન ઉપયોગી શિક્ષણ અને પોતાના અભિગમમાં સુધારણા વિશે માહિતી મેળવીને ખુશ થયા. તેમણે તેમના તરફથી કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો પણ ઉલ્લેખ કર્યો જે ટ્રેનર્સને તાલીમ દરમિયાન તાલીમ આપવામાં મદદ કરશે.

Previous articleવાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાં રાહત
Next articleભઠ્ઠી સમાન ભાવનગર : દસ દિવસથી તાપમાન ૪૦+