ભઠ્ઠી સમાન ભાવનગર : દસ દિવસથી તાપમાન ૪૦+

54

સમગ્ર રાજ્યભરની સાથોસાથ ભાવનગરમાં છેલ્લા દસેક દિવસથી હીટવેવની સર્જાયેલી સ્થિતિના કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો ૪૦થી ૪૭ ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો છે સાથોસાથ છેલ્લા ચાર દિવસથી વાવાઝોડા માફક ગરમ પવન ફૂકાવાના કારણે લોકોની હાલત કફોડી બની છે. અને જવુ તો કંયા? તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે કાળઝાળ ગરમીના કારણે હવે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે અને ગરમીથી રાહત મળે તેમ ઇચ્છી રહ્યાં છે. રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા અપાયેલી હિટવેવની આગાહીના પગલે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા દશેક દિવસથી મહત્તમ તાપમાનનો પારો સર્જનાત્મક ગેલેરીઓ છે અને ચાલીસથી ૪૭ ડિગ્રી સુધી ગરમી પડી રહી છે તેની સાથે ભાવનગરમાં પણ છેલ્લા દસ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે ભાવનગરમાં છેલ્લા દસ દિવસથી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી કરતાં વધારે રહેવા પામ્યુ છે જેના કારણે અંગ દજાડતી ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે છેલ્લા ચાર દિવસથી તો કાળઝાળ ગરમીની સાથોસાથ ગરમ પવનની ઝડપ પણ વધી છે અને સરેરાશ ૩૦ કિલોમીટરથી વધારે ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે જેના કારણે દિવસ દરમિયાન લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે ભાવનગર શહેરમાં છેલ્લા દસેક દિવસથી ગરમી ઓછી થવાનું નામ લેતી નથી ત્યારે મોટી ઉંમરના વ્યક્તિઓને લૂ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે અને આવા લોકોને તબીબી સારવાર લેવી પડી રહી છે. કાળઝાળ ગરમીના પગલે બાળકો અને વડીલોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી તો દિવસ દરમિયાન અને ખાસ કરીને બપોરના સમયે તો લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને બજારો સૂમસામ ભાસી રહી છે જેના કારણે વેપારીઓ પણ બપોરે ૧૨થી ૪ વાગ્યા સુધી નવરા બેસી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે ત્યારે હવે ગરમીમાં રાહત મળે તેવું સૌ કોઈ ઇચ્છી રહ્યા છે હાલમાં પડી રહેલી ગરમીને કારણે લોકોએ લૂ અને તાપથી બચવા કારણ વિના ઘરની બહાર ન નીકળવા તેમજ પાણીનો તથા લીંબુ શરબત સહિતનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવા અને સાદા સુતરાઉ કપડાં પહેરવા તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.
છેલ્લા ૧૦ દિવસનું તાપમાન
તારીખ મહત્તમ તા. લઘુત્તમ તા. પવનની ઝડપ
૭-૫ ૪૦.૨ ડિગ્રી ૨૮.૨ ડિગ્રી ૧૨ કી.મી.
૮-૫ ૪૧.૭ ડિગ્રી ૨૭.૬ ડિગ્રી ૨૦ કી.મી.
૯-૫ ૪૧.૮ ડિગ્રી ૨૮.૯ ડિગ્રી ૧૨ કી.મી.
૧૦-૫ ૪૧.૯ ડિગ્રી ૨૯.૨ ડિગ્રી ૧૪ કી.મી.
૧૧-૫ ૪૪.૫ ડિગ્રી ૨૭.૯ ડિગ્રી ૧૪ કી.મી.
૧૨-૫ ૪૦.૭ ડિગ્રી ૨૭.૬ ડિગ્રી ૧૮ કી.મી.
૧૩-૫ ૪૦.૨ ડિગ્રી ૨૬.૮ ડિગ્રી ૩૦ કી.મી.
૧૪-૫ ૪૩.૪ ડિગ્રી ૨૬.૦ ડિગ્રી ૩૬ કી.મી.
૧૫-૫ ૪૧.૫ ડિગ્રી ૨૬.૬ ડિગ્રી ૨૬ કી.મી.
૧૬-૫ ૪૧.૦ ડિગ્રી ૨૭.૨ ડિગ્રી ૩૨ કી.મી.

Previous articleભાવનગર મંડળ કર્મચારીઓને “મિશન કર્મયોગી” અંતર્ગત વધુ સારી સેવા કેવી રીતે કરવી તે શીખવવા માટે તાલીમ આપવા આવશે
Next articleમ્યુ. ઘરવેરાની બારી સમય પૂર્વે જ બંધ, વેરો ભરવા ગયેલા કરદાતાને ધક્કો