જૂનાગઢ યુની.નાં કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીની વ્હાલી દીકરી રુદ્રિનો આજે જન્મદિવસ

42

ભકત કવિ નરસિંહ મહેતા યુનિ જૂનાગઢનાં કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતન ત્રિવેદી અને ચિલ્ડ્રન યુનિ.ગાંધીનગરનાં આસી. પ્રો.(ડો.) ભૈરવી દીક્ષિત-ત્રિવેદી(સુપ્રસિધ્ધ ગાયિકા)ની વ્હાલી દીકરી રુદ્રિનો તા.૧૮-૫-૨૦૨૨ને બુધવારનાં રોજ જન્મદિવસ છે. ચોથી શ્રેણીમાં અભ્યાસ કરતી રુદ્રિ ગુજરાતી,હિન્દી,સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર અદ્ભુત કાબુ ધરાવે છે એટલું જ નહીં પણ કોઇપણ સાથે બેધડક વાતો કરી શકે છે.તેણીએ સુપ્રસિધ્ધ કથક ડાન્સર જિજ્ઞા દીક્ષિત(માસી)પાસેથી શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી છે.તેમજ કલાપથનાં સંચાલક કુશલ દીક્ષિત અને ડો.મૃણાલ દીક્ષિત(મામા-મામી)પાસેથી રાસ,ગરબા લોકનૃત્યોની તાલીમ લીધી હોય રંગમંચ પર નૃત્યોની બેનમુન પ્રસ્તુતિ કરી શકે છે.મમ્મી ભૈરવીબેનનો લોહીનો વારસો હોય ગીતોની ગાયકી સહજ ભાવે કરે છે.આધુનિક યુગનું ટેકનીકલ નોલેજ પાવરફૂલ હોય મનુભાઈ દીક્ષિત “ડીગાજી”, પૂર્ણિમા દીક્ષિત અને પૂર્વીબેન પંડ્યા(નાના-નાની- માસી) સાથે કરન્ટ ટોપિકની મુક્ત મને ચર્ચા કરે છે.તેણી પોતાનો નવમો જન્મદિવસ મોસાળ ભાવનગર ખાતે હર્ષ-ઉલ્લાસથી ઉજવશે.ફોનઃ-૮૭૮૦૫૦૨૮૯૮

Previous articleતાંતણીયા ખાતે વરરાજા JCB માં સવાર થઈ જાન લઈને પહોંચ્યા
Next articleઉલ્ટા ચશ્મા ફેમ શૈલેષ લોઢાએ શેા છોડી દીધો