બોટાદ જિલ્લામા કપરી ગરમી વચ્ચે પણ રોજા રાખી થાય છે ખુદાની બંદગી

1244

 

રમજાન મહિનો મુસ્લિમ બિરાદરો માટે ખાસ મહત્વ ધરાવે છે આ માસમાં સંયમ અને સમર્પણ ની સાથે ખુદાની ઈબાદતો મહિનો માનવામાં આવે છે.

બોટાદ જિલ્લામા તાપમાન નો પારો દિવસેને દિવસે વધી રહયો છે

તે છતા તીવ્ર ગરમી વચ્ચે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ખુદાની બંદગી કરવામાં આવી રહીં છે.

સતત ૩૦ દિવસો સુધી ખુદાની ઈબાદત કરશે રમજાન મહીનો ક્યારેક ૨૯ દિવસનો તો ક્યારેક ૩૦ દિવસ નો પણ હોય છે.બોટાદ જિલ્લામા તાપમાન ૪૪? ડિગ્રી પાર કરી રહયો છે.

જેના કારણે જનજીવન ઉપર પણ અસર જોવા મળી રહી છે. ધોમધખતા તાપમાં  પ્રજાજનો. પાણી અને ઠંડા પીણાનો સહારો લઈ તાપમાન  અને ગરમી થી બચવા રાહત મેળવી રહ્યા છે. ત્યારે મુસ્લિમ બિરાદરો  દ્વારા વહેલી સવારે  ૪.૪૫ થી ખાવા પીવાનું છોડી સાંજના  ૭.૩૦ વાગ્યા સુધી ભુખ્યા અને તરસ્યા રહીને અલ્લાહની ઈબાદત કરી રહા છે.

 

Previous articleબોટાદ કોંગ્રેસ દ્વારા રક્તદાન કેમ્પ
Next articleસ્વામી નિર્દોષાનંદ હોસ્પિ.નાં લાભાર્થે ૧૧૩૫ બોટલ રક્ત એકત્રીત કરાયું