કાર્તિ ચિદમ્બરમે તેમના પ્રભાવ હેઠળની ચીની કંપનીના લોકોને વિઝા અપાવ્યા હતા, આ વિઝાના બદલામાં ૫૦ લાખ રૂપિયા લેવાનો આરોપ છે
નવી દિલ્હી,તા.૧૭
કેન્દ્રીય તપાસ એજન્સી વતી પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમના ઘણા સ્થળો પર મંગળવારે સવારથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. CBI એ કાર્તિના ઘર અને ઓફિસ સહિત ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. અહીં CBI ના દરોડા બાદ કાર્તિ ચિદમ્બરમે કેન્દ્રીય તપાસ એજન્સી પર નિશાન સાધ્યું છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે હું ગણતરી કરવાનું ભૂલી ગયો કે આ દરોડો કેટલી વાર થયો છે. આનો રેકોર્ડ હોવો જોઈએ. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે કાર્તિ ચિદમ્બરમ અને તેના સહયોગીઓ સામે વિવિધ ફોજદારી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કાર્તિ ચિદમ્બરમે તેમના પ્રભાવ હેઠળની ચીની કંપનીના લોકોને વિઝા અપાવ્યા હતા. આ વિઝાના બદલામાં ૫૦ લાખ રૂપિયા લેવાનો આરોપ છે. તે સમયે તેમના પિતા કેન્દ્રીય ગૃહમંત્રી હતા. વર્ષ ૨૦૧૧ની આ વાત છે.
અહીં CBI ના દરોડા બાદ કાર્તિ ચિદમ્બરમે કેન્દ્રીય તપાસ એજન્સી પર નિશાન સાધ્યું છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે હું ગણતરી કરવાનું ભૂલી ગયો કે આ દરોડો કેટલી વાર થયો છે. આનો રેકોર્ડ હોવો જોઈએ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમના પુત્ર અને લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ગેરકાયદેસર લાભના આરોપમાં નવો કેસ નોંધ્યો છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે એફઆઈઆર નોંધાયા બાદ સીબીઆઈએ મંગળવારે સવારે ચેન્નાઈ અને દેશના અન્ય શહેરોમાં સ્થિત કાર્તિ ચિદમ્બરમના નવ સ્થાનો પર દરોડા પાડ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝ્રમ્ૈંએ ૨૦૧૦-૧૪ વચ્ચે કથિત ટ્રાન્ઝેક્શન અને રેમિટન્સ માટે કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. મુંબઈ, દિલ્હી અને તમિલનાડુમાં સાત સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે.