વિસ્તારમાં તંત્ર દ્વારા પાણી આપવામાં ન આવતા મહિલાઓ પાણી મેળવવા દરદર ભટકવા મજબુર
ભાવનગર શહેરના રૂવાપરી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મહિલાઓનું ટોળું ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે પાણી ન આવતા રજૂઆત કરવા દોડી આવ્યું હતું. શહેરના રૂવાપરી માતાના મંદિર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું નથી. સ્થાનિક લોકો દ્વારા નગરસેવકો તેમજ મહાનગરપાલિકાના સત્તાધીશો ને અનેક વખત લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પાણીની સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલમાં લગ્નસરાની સિઝન મરણ જેવાં પ્રસંગો વેકેશન સહિતની બાબતોના કારણે પાણીનો ઉપયોગ વધુ થાય છે પરંતુ આ વિસ્તારમાં તંત્ર દ્વારા પાણીનું ટીપું પણ આપવામાં ન આવતા સવારથી સાંજ સુધી મહિલાઓ અને બાળકોને પાણી મેળવવા દરદર ભટકવું પડે છે. શહેરના રૂવાપરી વિસ્તારમાં રૂવાપરી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જેથી સ્થાનિક મહિલાઓનું ટોળું ભાવનગ મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યું હતું. શહેરના પછાત વિસ્તારોમાં બારેમાસ પીવાના પાણીની વિકટ સમસ્યા સામે સેંકડો પરીવારો જજૂમી રહ્યાં છે ત્યારે ઉનાળામાં આ સમસ્યા વધુ ઘેરી બને છે શહેરના કુંભારવાડા, હાદાનગર, અગરીયાવાડ, આનંદનગર, રેલવે સ્ટેશન રોડ જેવાં વિસ્તારોમાં કાયમી ધોરણે પાણી ડ્રેનેજ સાથે રોડ-રસ્તાના યક્ષ પ્રશ્નો સદા સળગતા જ રહે છે. હાલમાં ઉનાળાનો કપરો કાળ ચાલી રહ્યો છે ચોમેર પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે સામાન્ય દિવસોની તુલનાએ ઉનાળામાં લોકોને પાણીની જરૂરિયાત વધુ રહે છે એવા સમયે પાણી ન મળે તો લોકો કરે શું ? આવી જ અત્યંત કફોડી પરિસ્થિતિ વચ્ચે કાળજાળ ગરમી-તાપ વચ્ચે એક બાદ એક દિવસો લોકો મહા મુશ્કેલીઓ વચ્ચે કાપી રહ્યાં છે.