1219 કિલો અખાદ્ય ચણા અને 3.50 લાખ બારદાન સળગી ગયા,બોટાદ,ધંધુકા,લિંબડી ની ફાયર બ્રિગેડની 10 ગાડીઓ બોલાવાઈ
બોટાદ જીલ્લાના રાણપુરમાં પાળીયાદ રોડ ઉપર આવેલ ગીરનારી આશ્રમ પાસે આવેલા સરકારી પુરવઠાના ગોડાઉનમાં બપોરના સમયે કોઇ કારણસર આગ લાગતા ગોડાઉનમાં રાખેલો 1219 કિલો અખાધ્ય ચણાનો જથ્થો અને 3.50 લાખ ખાલી બારદાન બળી જતા લાખો રૂપિયાનુ નુકશાન થયુ છે.
રાણપુરમાં ગીરનારી આશ્રમ પાસે આવેલા સરકારી પુરવઠાના ગોડાઉનમાં મંગળવારના રોજ બપોરના 12.30 કલાકે કોઇ કારણોસર આગ લાગત ગોડાઉનમાં રાખેલો 1219 કિલો અખાધ્ય ચણા અને 3.50 લાખ ખાલી કંતાનના બારદાન બળીને ખાખ થઇ ગયા હતા.આગ લાગ્યા ની જાણ રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી અને ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણીયા ને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી.આ બનાવની જાણ બોટાદ ફાયરબ્રીગેડને થતા ફાયરબ્રીગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ બુજાવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ આગ કાબુ માં નહી આવતા બોટાદ,ધંધુકા,લિંબડી ની 10 ફાયર બ્રિગેડ ની ગાડીઓ બોલાવવી સતત પાણી નો મારો ચલાવવા છતા તારીખ 17-5-2022 ના બપોરના 12.30 કલાકે લાગેલી આગ બુધવાર 18-5-2022 ના રોજ 24 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
રાણપુર તાલુકામાં પહેલીવાર આટલી મોટી આગ લાગતા આસપાસ ના લોકોમાં ભય ઉભો થયો હતો.અને આ આગ લાગવાને કારણે આગ બુજાવવા માં લાખો લીટર પાણી નો મારો ચલાવવામાં આવ્યો હતો તેમજ ભારે આગને કારણે અનાજ ભરવાનુ ગોડાઉનમાં મોટા પાયે નુકશાન થયુ છે અને આ આગ લાગવાને કારણે 1219 કિલો ચણા અને 3.50 લાખ બારદાન(કોથળા)સળગી જતા કરોડો રૂપિયા નું નુકશાન થયા નુ અનુમાન છે.
આગ લાગવાને કારણે કેટલુ નુકશાન થયુ છે તે સર્વે કર્યા બાદ ખબર પડશે:DSM જયેશભાઈ સોનાગરા
આ અંગે બોટાદ જીલ્લા ડી.એસ.એમ. જયેશભાઇ સોનાગરા સાથે રૂબરૂ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આગ લાગવાને કારણે ચણા અને 3.50 લાખ બારદાન સળગી ગયા છે.આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી.અને આગ દરમ્યાન કેટલુ નુકશાન થયુ છે તે સર્વે કર્યા બાદ ખબર પડશે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર