એસટી સ્ટેશને બનેલા બનાવમાં ભોગગ્રસ્ત વૃદ્ધ હજુ પણ બેશુદ્ધ

63

હુમલાનો બનાવ શા માટે બન્યો ? તે સહિતની વિગતો મેળવવા પોલીસની મથામણ
શહેરના એસ.ટી. બસ સ્ટેશનમાં ગત રાત્રીના સુમારે એક વૃદ્ધને છરીના ઘા ઝીંકી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતાં. આ બનાવ લૂંટના ઇરાદે બન્યો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. જો કે, ઘટના બાદ લોહીયાળ ઇજાગ્રસ્ત વૃદ્ધ હાલ સર ટી. હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં સારવાર તળે છે. તેઓ ભાનમાં આવે અને પોલીસને કઇ જણાવે બાદ જ સાચી વિગતો ખુલશે તેમ હાલ જણાઇ રહ્યું છે. આ અંગે પ્રાથમિક વિગતો મળી રહી છે એ મુજબ શહેરના ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા રાજુભાઇ એસ. કંકોસીયા (ઉ.વ.૬૨) ગત રાત્રીના ઉના જવા માટે બસ પકડવા એસ.ટી. સ્ટેન્ડે પહોંચ્યા હતા અને બસ સ્ટેન્ડમાં સ્કુટી પાર્ક કરી જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેની સાથે ઝપાઝપી કરી તેને પેટના અને પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દઇ લોહીયાળ ઇજા પહોંચાડી હતી. આ બનાવના પગલે લોકો એકત્ર થઇ જતા હુમલાખોર શખ્સો ભાગી છુટ્યા હતાં. જ્યારે આ હુમલો લૂંટના ઇરાદે થયો હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે. જો કે, હોસ્પિટલ બિછાને હાલ આ વૃદ્ધ બેભાન અવસ્થામાં છે. નિલમબાગ પોલીસનો સ્ટાફ વિગતો મેળવવા હોસ્પિટલ ગયો હોવાનું બપોરે આ લખાઇ રહ્યું છે ત્યારે જાણવા મળ્યું છે.

Previous articleવિકટોરીયાની દિવાલે રેલ્વે કર્મચારીનો મૃતદેહ લટકતો મળ્યો : શંકાસ્પદ બનાવ
Next articleઘોઘાના દરિયામાં કરંટ વધતા પાણી ગામમાં ફરી વળ્યા : લોકો પરેશાન