ઘોઘાના દરિયામાં કરંટ વધતા પાણી ગામમાં ફરી વળ્યા : લોકો પરેશાન

57

ભાવનગર શહેર નજીક આવેલા ઘોઘામાં દરિયાઇ પાણી ઘુસી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા આ વિસ્તારના રહેવાસીઓ તકલીફ અને મુશ્કેલીમાં મુકાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મે માસમાં પુનમ અને અમાસના શનિ દરમિયાન દરિયાનો કરંટ વધી જાય છે અને પાણીની ભરતી આવે છે ત્યારે નિચાણવાળા વિસ્તારોમાં દરિયાઇ પાણી ઘુસી જાય છે. જ્યારે દરિયાઇ પાણીને રોકતી દિવાલ જર્જરીત અને તુટી ગયેલ હોય જેથી આજુબાજુમાં રહેતા લોકોને પણ ભારે તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે અવાર-નવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો થયેલ છે પરંતુ આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. આ દિવાલની તાકીદે મરામતની જરૂર છે. અવાર-નવાર દરિયામાં ભરતી આવતા પાણી નિચાણવાળા વિસ્તારોમાં ઘુસી જાય છે.

Previous articleએસટી સ્ટેશને બનેલા બનાવમાં ભોગગ્રસ્ત વૃદ્ધ હજુ પણ બેશુદ્ધ
Next articleકીર્તિબેને કીક મારી ફૂટબોલ સ્પર્ધાનો કરાવ્યો પ્રારંભ