ખેલ મહાકુંભ અંતર્ગત અંડર ૧૪ ભાઈઓ અને બહેનોની સૌરાષ્ટ્ર કક્ષાની ફૂટબોલ સ્પર્ધા
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારી કચેરીની કચેરી, ભાવનગર શહેર સંચાલિત સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત ખેલ મહાકુંભ અંતર્ગત અંડર ૧૪ ભાઈઓ અને બહેનોની ફૂટબોલ રમતની સ્પર્ધા શરૂઆત ષ્ઠરખ્તી.
મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.મેયર કીર્તિબેનએ ફૂટબોલ રમીને સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર નિરગુડેએ આ અવસરે જણાવ્યું કે, ખેલાડીઓ પોતાની કુશળતા નિદર્શિત કરી શકે તે માટે ખેલ મહાકુંભ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓ પ્રોત્સાહક સાબિત થઈ છે.ભાવનગર જિલ્લાના ખેલાડીઓ તેમાં સારામાં સારું પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કરશે તેવી અભિલાષા પણ તેમણે વ્યક્ત કરી હતી.આ આ અવસરે જિલ્લા રમતગમત અધિકારી વિશાલ જોષી તથા રમત ગમત સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ અને સ્પર્ધકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.