પાલીતાણા ખાતે સ્વ.રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

790

ભાવનગર જિલ્લાકક્ષાનો રાજીવ ગાંધીની ર૮મી પૂણ્યતિથિ નિમિત્તે યોજાયેલ આજના કાર્યક્રમમાં પાંખી હાજરી જોવા મળતા ઉંચ લેવલના નેતાની આંખો અંજાય ગઈ હતી. આજે સવારે ૧૦ કલાકે પટેલ બોર્ડીંગ ખાતે કાર્યક્રમની શરૂઆત થયેલ પરંતુ સંગઠનના ડખાને કારણે ચૂંટાયેલ નગરસેવક, નગરસેવીકા, વિવિધ કોંગ્રેસ પક્ષની પાંખોના કાર્યકરો હાજર રહેવા પામ્યા ન હતા. તેમને જવાબદાર વ્યક્તિએ જાણ જ ન કરતા ફક્ત ૧૦૦ વ્યક્તિ થવા પામ્યા હતા તેવું માહિતગાર સુત્રો જણાવી રહ્યાં છે. સંગઠનમાં જિલ્લાકક્ષાએથી આવેલ લોકો આટલી ઓછી હાજરી જોઈ અચંબામાં પડી ગયેલ. સંગઠન મજબુતની વાત એકસાઈડ રહી પરંતુ જે છે તે સંગઠન દ્વારા કાર્યકરોને સાચવી ન શક્તા હોવાનું કાર્યકરો કરી રહ્યાં. આખું આજનો કાર્યક્રમ ખૂબ ન નિરસ રહેવા પામ્યો હતો તેવું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

Previous articleશિશુવિહાર સ્કાઉટ ટ્રુપનો વાર્ષિક તાલીમ કેમ્પ
Next articleટ્રેન નીચે ઝંપલાવી યુવાનનો આપઘાત : પોલીસ દોડી ગઈ