હેરીટેજ હીરોસ ક્લબ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ કરી, મહારાજાને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ

33

હેરીટેજ હીરોસ ક્લબ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ જયંતિ નિમિત્તે નીલમબાગ સર્કલ ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં નીલમબાગ સર્કલ, પાણીની ટાંકી, જોગસ પાર્ક, માર્કેટિંગ યાર્ડ તથા રૂપમ ચોક ખાતે સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાવેણાની સહી એકત્રિત કરી તમામ સહીઓ ભાવનગર કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવશે કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે. હેરીટેજ હીરોસ ક્લબના સભ્ય પાર્થ મુખીએ જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ દિવસ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ કરી શહેરના જૂદા જૂદા વિસ્તારોમાં સહી ઝુંબેશ હાથ ધરી ભાવેણા વાસીઓની સહી એકત્રિત કરી ભાવનગર કલેકટરને તમામ સહીઓ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવશે. આવેદનપત્રમાં તાત્કાલિક ભારત રત્નના આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવશે.

જગતભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, દેશને પ્રથમ રજવાડુ અર્પણ કરનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગણી પરત્વે બને એટલો વહેલા અને હકારાત્મક નિર્ણય લેવાય તેવી હેરીટેજ હીરોસ ક્લબની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરવામાં આવી છે. સાથે થોડા સમય પૂર્વે મોરારી બાપુએ પણ ભારત રત્ન આપવાની માંગ કરી હતી. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલની જન્મશતાબ્દીને આજે 110 વર્ષ પ્રસંગે વિવિધ સંસ્થાઓ, સંગઠનો, રાજકીય-સામાજીક સંસ્થાઓ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

કૃષ્ણકુમારસિંહનો જન્મ 19 મે 1912ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (7875-1919, શા. 1896-1919)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ 1919માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત 7 વર્ષની હતી. તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ 1931 સુધી શાસનની ધુરા સંભાળી હતી. ભારતની આઝાદી બાદ રજવાડાના વિલિનીકરણમાં પોતાનું દેશમાં પ્રથમ રજવાડું સોંપ્યું હતુ. ભારત આઝાદ થયું હતું અને રજવાડાઓનું વિલિનીકરણ કરવાની યોજના બની હતી અને સરદાર પટેલ જ્યારે સહી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ પાસે આવે છે. ત્યારે મહારાજા સરદારને કહે છે કે “વલ્લભભાઈ આ ભાવનગર રાજ્ય અને સંમ્પતિ હુ પ્રજાના કલ્યાણ માટે ભારત સરકારને સોંપુ છુ. એમ કહીને તેમણે 1800 પાદર ભારત સરકારને સોપ્યા અને ત્યારબાદ મદ્રાસના ગવર્નર બની માત્ર એક રૂપિયાના વેતન સાથે પ્રજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.

Previous articleહળવદની દુર્ઘટનામાં મૃત્યું પામેલાના પરિવારજનોને મોરારિબાપુએ સહાય મોકલી
Next articleરાણપુરના નાગનેશ ગામે મંત્રી કિરીટસિંહ રાણાએ રામજી મંદિરના દર્શન કરી ગ્રામજનોને મળ્યા