બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ ખાતે તાજેતરમાં મહાયજ્ઞ તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે સંદર્ભે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ મંદિરની મૂલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીએ ભગવાનશ્રી રામના દર્શન કર્યા હતા તેમજ ગ્રામજનો સાથે મૂલાકાત લીધી હતી તથા તાજેતરમાં યોજાયેલા યજ્ઞ, જુદા જુદા કાર્યક્રમો તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય આયોજન માટે ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શ્રી મોટા રામજી મંદિરના મહંતશ્રી પતિતપાવનદાસ બાપુના દર્શન કરી આર્શિવચન મેળવ્યા હતા. આ પ્રસંગે રાજભા સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિસ્ત રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર