ખેલ મહાકુંભમાં અંડર ૧૪ બહેનોમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળા અને બીજો નંબર મેળવેલ શિહોર તાલુકાની ઢૂંઢસર પ્રાથમિક શાળા માંથી પસંદગી થયેલ બહેનો જોન કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને પ્રથમ મેચમાં પોરબંદર જિલ્લા સામે ૨ ગોલ થી વિજય મેળવેલ અને બીજા દિવસે કચ્છ જિલ્લા સામેની મેચ ડ્રો રહી હતી જયારે આજે તારીખઃ૧૮/૫/૨૦૨૨ ના રોજ જૂનાગઢ જિલ્લા સામે ૪ ગોલ થી શાનદાર વિજય મેળવી ભાવનગર જિલ્લાની ટિમ પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાને રહેલ છે.વેકેશનમાં પણ બંને શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો આ બહેનોને સતત પ્રેક્ટિસ કરાવતા હતા.