જગતમાં કોઇને કુરૂપ દેખાવું પસંદ નથી. ભગવાને આપેલ નાક, હોઠ, હડપચી કે ઉરોજ ગમતા નથી. ડિટર્જન્ટ સાબુની જાહેરાતના આઇ કેચી વાક્ય જેવું છે ભલા ઉસકી સાડી મેરી સાડીસે સફેદ કૈસે. ઓનિડા ટીવીની જાહેરાત જેવું નેઇબર’સ એનવી ઓવનર્સ પ્રાઇડ. સંતૂર સાબુની જાહેરાત જેવું મમ્મી ? બધાને ખાસ કરીને મહિલાને ગમે તે ભોગે સુંદર થવું છે, દેખાવું છે. પોતે રોડ પર નીકળે અને આશિકોની લાશ ઢળી જાય તેવું ખંજરનુમા કાતિલ સૌંદર્ય જોઇએ છે.
બ્યુટી પ્રોડકટસ ઇન્ડસ્ટ્રીઝ લોકોને ઉલ્લું બનાવવા પર ટક્યો છે. ગામડામાં સજવું-ધજવું એટલે પાણીથી મો ધાવું, વાળમાં તેલ નાંખવું ટેલ્કમ પાવડર ચહેરા લગાવવો. કશી ટાપટીપ કર્યા સિવાય ગ્રામ્ય નારી રંભા, મેનકા કે ઉર્વંશીથી સહેજે કમ દેખાતી નથી.
દરેક સ્ત્રી તાજા અને યુવાન જોવા માંગે છે. અને ઇચ્છિત પરિણામ હાંસલ કરવા માટે, વિવિધ માધ્યમોનો ઉપયોગ થાય છે. ઘર બનાવતી સૌંદર્ય પ્રસાધનોની મહત્વ અને અસરકારકતા પર વધારે પડતું મહત્વ નથી. ઘણી સ્ત્રીઓ એવી દલીલ કરે છે કે લોક ઉપચારની મદદથી, તમે નવીનતમ તકનીકની શક્તિની બહારની સમસ્યાઓને દૂર કરી શકો છો. સૌંદર્ય પ્રસાધનો (અંગ્રેજીઃર્ઝ્રજદ્બીૈંષ્ઠજ) એવા પદાર્થોને કહેવામાં આવે છે કે જે માનવ શરીરના સૌંદર્યને વધારવાને માટે અથવા સુગંધિત કરવાના કામમાં આવતા હોય છે.
સ્ત્રીઓ સામાન્ય રીતે દરેક પ્રસંગે કે રોજિંદી જિંદગીમાં હેવિ કે લાઈટ મેકઅપ કરતી હોય છે.મેકઅપ માટે દરેક સૌંદર્ય પ્રસાધનોની પૂરતી જાણકારી મેળવીને જ તેને ઉપયોગમાં લેવા જરૂરી છે.
ફાઉન્ડેશન ક્લીન-પોલિશ્ડ લુક માટે લગાડવામાં આવે છે.ફેસને શિયર લુક આપવા સ્પંજથી ફાઉન્ડેશન લગાવવું. આંગળીના ટેરવાથી પણ લગાડી શકાય.
ફાઉન્ડેશનને ચહેરા પર બ્લેન્ડ કરવા બ્લેડિંગ બ્રશનો ઉપયોગ કરવો.
ત્વચાના પ્રકાર પ્રમાણે ફાઉન્ડેશન પસંદ કરવા. ગોરા વાન માટે ટિન્ટેડ શેડ પસંદ કરવા. ડસ્કી કોમ્પ્લેશન માટે ડી યલો અથવા રિચ ગોલ્ડન શેડવાળા ફાઉન્ડેશનની પસંદગી કરવી. વ્હાઇટીશ કોમ્પલેશન માટે યલો ટોન ફાઉન્ડેશન વધુ યોગ્ય રહે છે.
આંખની આસપાસના કાળા કુંડાળા હોય કે પછી ચહેરા પર ધાબા હોય તેને છુપાવાની ઉત્તમ રીત કંસિલર છે.કંસિલર ત્વચાના ટોન કરતાં એક શેડ હળવું લેવું.
આંખની આસપાસ આઇક્રીમ લગાવીને આંગળીના ટેરવાથી કંસિલર લગાવી બ્લેન્ડ કરવું. એ પછી ફાઉન્ડેશન અથવા પાઉડર લગાવવો.આંખના ખૂણા વધુ ડાર્ક હોવાથી ત્યાં કલર કંસિલર લગાવવું જ જોઈએ.
બ્લશરના ઉપયોગથી સુંદરતા વધુ નિખરે છે. પાવડર બ્લશ લાંબા સમય સુધી ફાયદો નથી આપતું તેથી ક્રીમ બ્લશનો ઉપયોગ કરવો.બ્લશના બે કોટ લગાવવા. પહેલા ક્રીમ બ્લશ તેના ઉપર પાવડર બ્લશને ચીક બોન્સ અને ઉપરની તરફ બ્લેન્ડ કરવું. જેથી લાંબો સમય સુધી ટકશે.બ્લશર લગાવતી વખતે હળવું સ્માઇલ કરવું. જે ભાગ ઊપસી આવે તેના પર બ્લશર લગાડવું.
કોમ્પેક પાવડર હોય કે લૂઝ પાવડર સ્કિન ટોન સાથે સેટ થતો હોવો જોઇએ. ફાઉન્ડેશન લગાડયા પછી જ ફેસ પાવડર લગાડવો.ફેસ પાવડરને ચહેરા પર બરાબર ફેલાવવો. જો ચહેરાના કોઇ હિસ્સા પર બરાબર ફેલાયો ન હોય તો એ સ્કિન ટોન અલગ દેખાશે.જો ચહેરા પર જે ફેસ પાવડરનો ઉપયોગ કરો એ જ પ્રમાણમાં ગરદન – ડોક પર પણ ઉપયોગ કરવો
કાજળ આંખને વધુ આકર્ષક બનાવે છે.
કાજળ ફેલાઈ ન જાય તે માટે આંખની આસપાસના ભાગને ડ્રાય રાખવો.
કાજળને બ્લેક આઇશેડો સાથે બ્લેન્ડ કરીને લગાડી શકાય.કાજળ લગાડયા પછી લિક્વિડ આઇલાઇનર લગાવવી જે કાજળને ફેલાતા રોકે છે.કાજળ ફેલાય તો ટચઅપ માટે ઇયર બડનો ઉપયોગ કરવો.
લિપસ્ટિકઃ હોઠ પર પહેલા મોઇશ્ચરાઇઝર, લિપ બામ અથવા ફાઉન્ડેશન લગાડવું.
સ્કિન ટોન પ્રસંગ ટ્રેન્ડ અને આઉટફિટ પ્રમાણે લિપસ્ટિકની પસંદગી કરવી.
નેચરલ લુક માટે લિપસ્ટિક લગાવીને આંગળીઓથી રબ કરવી લિપ્સિટક લાંબા સમય માટે રહે તે માટે લિપ લાઇનરથી હોઠને આઉટલાઇન કરવી અને પછી લિપસ્ટિક લગાવવી. જેથી લિપસ્ટિક નીકળી જાય તો પણ લિપ લાઇનર હોઠ પર રહેવાથી નેચરલ લુક લાગશે.પાતળા હોઠ હોય તો લિપસ્ટિક લગાડયા પછી હોઠની વચ્ચોવચ લિપગ્લોસ લગાવીને એને આંગળીથી ફેલાવવું અને પછી લિપસ્ટિક લગાવવી .
સૌંદર્ય સાધનો ખરીદતી સમયે પૂરતી કાળજી રાખવી જોઇએ.સૌંદર્ય પ્રસાધનો સુકાઈ જાય છે, ઓક્સિડાઇઝ થાય છે અને પરફ્યુમરીમાં શેલ્ફ પર વિવિધ બાયોકેમિકલ પરિબળોમાંથી પસાર થાય છે.સૂર્યના સંપર્કમાં આવતી ડિસ્પ્લે વિન્ડોમાંથી સૌંદર્ય પ્રસાધનો ખરીદશો નહીં. સૂર્યપ્રકાશ સૌંદર્ય પ્રસાધનોને નુકસાન પહોંચાડે છે. પેકેજીંગ ગરમ થાય છે જે વૃદ્ધત્વને વેગ આપે છે, સૌંદર્ય પ્રસાધનોનો રંગ ઝાંખો પડી જાય છે અને તેની તીવ્રતા ગુમાવે છે.
પ્રકાશના સ્ત્રોતની નજીક મૂકવામાં આવેલ સૌંદર્ય પ્રસાધનો ખરીદશો નહીં. મજબૂત પ્રકાશ જેમ કે હેલોજન ગરમ કરે છે કોસ્મેટિક્સ. જો સ્ટોરેજ તાપમાન ખૂબ ઊંચું હોય, તો ઉત્પાદનો ઝડપથી ખરાબ થઈ જાય છે. ઉત્પાદન તારીખ હજી તાજી હોવા છતાં તેઓ ઉપયોગ માટે યોગ્ય ન હોઈ શકે. જો તમે સેલ્ફ-સર્વિસ શોપમાં ખરીદી કરો છો, તો તમે ઉત્પાદનને સ્પર્શ કરીને તાપમાન ચકાસી શકો છો. જો તે ગરમ હોય, તો તે પહેલાથી જ બગડી શકે છે, ઉપયોગ કરતા પહેલા પણ.પાછળ લીધેલ સૌંદર્ય પ્રસાધનો ખરીદશો નહીં. જો વિક્રેતા તમને કોસ્મેટિકનું જૂનું, ’વધુ સારું’ સંસ્કરણ ખરીદવાની સલાહ આપે, તો ઉત્પાદન તારીખ તપાસો.
સૌંદર્ય પ્રસાધનો ઘરે લાવ્યા પછી પણ ધ્યાન આપવું જોઇએ. તમારા સૌંદર્ય પ્રસાધનોને ઠંડી, સૂકી જગ્યાએ રાખો. ગરમી અને ભેજ સૌંદર્ય પ્રસાધનોને નુકસાન પહોંચાડે છે.સાફ હાથ, બ્રશ અને સ્પેટુલાનો ઉપયોગ કરો. કોસ્મેટિક પેકેજીંગમાં સ્થાનાંતરિત બેક્ટેરિયા પ્રારંભિક કોસ્મેટિક સડો તરફ દોરી શકે છે.
તમારા કોસ્મેટિક કન્ટેનરને હંમેશા ચુસ્તપણે બંધ રાખો. સૌંદર્ય પ્રસાધનો કે જે યોગ્ય રીતે બંધ અથવા ખોલવામાં આવ્યાં નથી તે સુકાઈ જાય છે અને ઓક્સિડાઈઝ થાય છે.
મહિલાઓને નાકનો આકાર ગમતો નથી. રૂપિયા ખર્ચી પ્લાસ્ટિક સર્જરી કરી નાક બદલી નાંખે છે. તમને પાતળા હોઠ ગમતા નથી. લીપ ફિલર્સના ઇન્જેકશન લઇ પ્રિયંકા ચોપરા જેવા હોઠ કરી લો. રશિયાની એક યુવતીએ બાર્બી ડોલ જેવા લુક માટે લાખો ડોલર ખરચી નાંખેલા.
માઇકલ જેકશન અશ્વેત હતો. તેને તેનો રંગ ગમતો ન હતો. કરોડો ડોલરો ખરચી વ્હાઇટ કલર કરેલો.પછી પાછળથી લોચો પડેલો.
કુલિયાકન શહેરમાંના ડૉ. રફાએલા માર્ટિનેઝનાં ક્લિનિકમાં ટેબલ પર કોસ્મેટિક્સ સર્જરી કરાવવા ઇચ્છતી મહિલાઓની અરજીનો ઢગલો છે. એ પૈકીની મોટા ભાગની સ્ત્રીઓએ ’નાર્કો-ઍસ્થેટિક્સ’ તરીકે જાણીતી થયેલી સર્જરી માટે વિનંતી કરી છે.આ પ્રકારની અત્યંત નારી-પ્રચૂર શરીર ધરાવનારી, આકર્ષક ડિઝાઇનર સામગ્રી પસંદ કરનારી અને કોઈ નાર્કો જેનો પ્રેમી હોય એવી સ્ત્રીઓને મેક્સિકોમાં ’લા બુચુના’ તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દના મૂળ બાબતે ભિન્નમત પ્રવર્તે છે, પરંતુ તેનો ઉપયોગ શસ્ત્રક્રિયા વડે મેળવેલી કાચની પૂતળી જેવું શરીર ધરાવતી, મોંઘાદાટ વસ્ત્રો તથા ઍક્સેસરીઝ પહેરતી સ્ત્રીઓના સંદર્ભમાં કરવામાં આવે છે.
બૉલીવુડમાં આજકાલ સુંદર અભિનેત્રીઓનો દબદબો છે. ઐશ્વર્યા રાયથી લઈ સુષ્મિતા સેન, કૅટરીના કૈફથી લઈ બિપાશા બાસુ સહિત તમામ અભિનેત્રીઓ પોતાના સૌંદર્યના બળે બૉલીવુડ ઉપર રાજ કરી રહી છે, પરંતુ બૉલીવુડ સુંદરીઓના આ સૌંદર્યની પાછળ રહસ્ય છે સર્જરી.બૉલીવુડમાં અનેક એવી અભિનેત્રીઓ છે કે જેમણે બૉલીવુડમાં પગ જમાવવા માટે સર્જરીનો સહારે લીધો છે. કોઇકે નાકની, તો કોઈકે હોઠની સર્જરી કરાવી છે. કોઇકે હૉટ દેખાવા માટે બ્રેસ્ટ સર્જરી કરાવી દર્શકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીદેવી એવાં પ્રથમ બૉલીવુડ અભિનેત્રી હતાં કે જેમણે પોતાના નાકની સર્જરી કરાવી હતી. શ્રીદેવીથી પ્રેરાઈને જ અન્ય અભિનેત્રીઓએ નૉઇઝ સર્જરીનો સહારો લીધો. વિશ્વના મોસ્ટ બ્યુટીફુલ મહિલા ઐશ્વર્યા રાયે પણ સૌંદર્યને ચારચાંદ લગાવવા માટે પોતાના ચહેરામાં સર્જરી દ્વારા કેટલાંક ફેરફાર કરાવ્યા હતાં. મલ્લિકા, પૂનમની જેમ બિપાશા બાસુએ પણ પોતાની જાતને સુંદર અને હૉટ બતાવવા માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યુ હતું. કૅટરીના કૈફની જેમ કંગના રાણાવતે પણ હોઠની સર્જરી કરાવી પોતાના સૌંદર્યમાં વધારો કર્યો. કરીના કપૂરે પણ નાકની સર્જરી કરાવી તેને પોતાના ચહેરાને અનુકૂળ બનાવી અને તેઓ બૉલીવુડના સૌંદર્ય ક્ષેત્રે અગ્ર હરોળે આવી ગયાં. બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ બાદ મલ્લિકા શેરાવત સાચે જ પોતાને સેક્સ બૉમ્બ તરીકે સ્થાપિત કરવામાં સફળ રહ્યાં છે.
તેમાં નાકની સર્જરીનો પણ સમાવેશ થતો હતો. તેમાં પણ પ્રિયંકા ચોપરા તો આ બાબતમાં એટલા બધાં પંક્ચ્યુઅલ છે કે તેઓ બૉલીવુડમાં પ્લાસ્ટિક સર્જરી ગર્લ તરીકે જાણીતા બની ગયાં છે. હદ તો ત્યારે થઈ ગઈ કે ગત મહીને પ્રિયંકાના જન્મ દિવસે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ચર્ચામાં આવી ગયાં. તેમણે ટ્વીટ કરી નાંખ્યું કે પ્રિયંકાએ એટલી પ્લાસ્ટિક સર્જરી કરાવી છે કે જો તેમને પિઘળાવવામાં આવે, તો તેમાંથી વીસ કુર્સીઓ બની જાય, એટલું પ્લાસ્ટિક મળી આવે!!!
સૌંદર્ય સર્જરીના અતિરેકથી તકલીફ થાય છે. મેરી મેગ્ડલીનને ૨૧ વર્ષની ઉંમરમાં તેની પહેલી કોસ્મેટિક સર્જરી કરાવી હતી. બે વર્ષ પહેલાં જ તેણે તેનાં પ્રાઇવેટ પાર્ટની પણ સર્જરી કરાવી હતી. એક અનુમાન મુજબ તેણે શરીરનાં અલગ અલગ ભાગ પર સર્જરીમાં કૂલ ૭૫ લાખ રૂપિયાથી વધુ ખર્ચી કાઢ્યાં છે. સુંદર દેખાવું કઇ યુવતીને ન ગમે. અને આ માટે તેઓ કંઇપણ કરી જતી હોય છે. કોઇ પાર્લર જઇને પોતાને સુંદર બનાવે છે તો કોઇ ઘરે રહીને ઘરેલું નુસ્ખાઓ અજમાવી નિખાર લાવે છે. પણ ઘણી એવી યુવતીઓ છે જઓ સુંદર દેખાવાનાં ચક્કરમાં એવી એવી સર્જરી કરાવતી હોય છે કે, તે સુંદર દેખાવાની જગ્યાએ બદસુરત દેખાવા લાગે છે.
મેરી મેગ્ડલીન એક પ્રખ્યાત સોશિયલ મીડિયા સ્ટાર છે. હાલમાં જ તેણે ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જેમાં ’બાર્બી નોઝ’ (બાર્બી જેવું નાક) અને ’કેટ આઇ’ શામેલ છે. તેનાં નાક ઉપર તેણે આ ચોથી સર્જરી કરાવી છે. મેરી મેગ્ડલીનને ૨૧ વર્ષની ઉંમરમાં તેની પહેલી કોસ્મેટિક સર્જરી કરાવી હતી. બે વર્ષ પહેલાં જ તેણે તેનાં પ્રાઇવેટ પાર્ટની પણ સર્જરી કરાવી હતી. એક અનુમાન મુજબ તેણે શરીરનાં અલગ અલગ ભાગ પર સર્જરીમાં કૂલ ૭૫ લાખ રૂપિયાથી વધુ ખર્ચી કાઢ્યાં છે.
તેની સર્જરીમાં એક આઇ બ્રો લિફ્ટ, ચરબી કઢાવવી, ઘણી વખત નોઝ જોબ, લિપોસક્શન, બટ ઇંજેક્શન અને ત્રણ બ્રાઝીલિયન બટ લિફ્ટ શામેલ છે. તેણે તેનાં સ્તનનો આકાર પણ ઘણી વખત વધાર્યો છે
મોડલે બ્રાઝિલિયન બટ માટે સર્જરી કરાવી હતી
પરફેક્ટ બોડીની લ્હાયમાં ૨૪ વર્ષીય મોડલ સરખી બેસી શકતી નથી. આ મોડલે લિપ્સ સર્જરી, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ અને બટક સર્જરી કરાવી હતી. સર્જરી કરાવ્યા પછીથી તે ઊભા-ઊભા જ કામ કરે છે. ક્યાંક બેસવા જાય તો તેને અસહ્ય દુખાવો ઉપડે છે. આ મોડલે બ્રાઝિલિયન બટ માટે સર્જરી કરાવી હતી.
ઇંગ્લેન્ડમાં એક મહિલાએ પરફેક્ટ નિતંબ માટે ૭.૪ લાખ રૂપિયા ખર્ચીને ઈન્જેકશન લીધું હતું.
આ ઈન્જેકશનની આડઅસરનો પસ્તાવો હજુ પણ તેને થઈ રહ્યો છે. અમેરિકાની ૨૧ વર્ષીય સોશિયલ મીડિયા સ્ટાર ડેની બેન્કસે ૮ લાખ રૂપિયા ખર્ચી આકર્ષક નિતંબ માટે સર્જરી કરાવી હતી. સર્જરી પછી પણ લાખો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં આજદિન સુધી તેને જોઈએ એવું રિઝલ્ટ મળ્યું નથી.!!
– ભરત વૈષ્ણવ