રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં વાડીના શેઢા બાબતે પિતા-પુત્ર એ આધેડની ઘાતકી હત્યા કરતા ચકચાર

83

જમીનના શેઢા બાબતે ચાલી રહેલા ઝઘડામાં થઈ હત્યા,પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા પિતા-પુત્ર ને દબોચી લીધા…

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં શેઢા બાબતે ચાલી રહેલા ઝગડા માં ૬૪ વર્ષના ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ ને પિતા-પુત્ર એ સોરીયાના ઘા મારી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયેલ છે.જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા રાણપુર પી.એસ.આઈ-એસ.ડી.રાણા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.જ્યારે બોટાદ એલ.સી.બી.ને જાણ થતા એલ.સી.બી.ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.. આ ઘટના અંગે મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં અળવ-સેંથળી કાચા રસ્તે આવેલ ધજાગરા તરીકે ઓળખાતી વાડીએ શેઢા બાબતે છેલ્લા કેટલાક દિવસથી ઝગડો ચાલતો હોય ત્યારે આજરોજ ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ રહે.બોટાદ(ઉ.વ.૬૪)અળવ ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ પાણી વાળતા હતા તે દરમ્યાન લઘરભાઈ માવજીભાઈ ચાવડા અને હરેશભાઈ લઘરભાઈ ચાવડા બંને રહે.બોટાદ વાળા.

વાડીએ હાથમાં સોરીયા લઈને આવી પાણી વાળતા ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ ને માથા ના ભાગે સોરીયા ના ઘા મારતા ઘનશ્યામભાઈ હડીયલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.અને પિતા-પુત્ર ઘટના સ્થળેથી ભાગી છુટ્યા હતા.જ્યારે લોહીલુહાણ હાલતમાં ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ ને ૧૦૮ એમબ્યુલન્સ મારફતે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યા ફરજ પરના ડોક્ટરે ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ(ઉ.વ.૬૪ રહે.બોટાદ)ને મૃત જાહેર કરવામાં આવેલ રાણપુર પોલીસે હત્યારા લઘરભાઈ માવજીભાઈ ચાવડા(ઉ.વ.૭૦),હરેશભાઈ લઘરભાઈ ચાવડા(ઉ.વ.૪૨)બંને રહે.બોટાદ પિતા-પુત્ર વિરૂધ્ધ આઈ.પી.સી.કલમ ૩૦૨,૩૪,જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી હત્યાના ગુને ગંભીરતા થી લઈ રાણપુર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવેલ જ્યારે રાણપુર પોલીસ ને બાતમી મળેલ કે બંને આરોપીઓ હત્યા કરીને રાણપુર બાજુ ભાગ્યા છે ત્યારે રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એસ.ડી.રાણા સહીત પોલીસ સ્ટાફે બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરતા પોલીસે ગણતરીની કલાકો માં રાણપુર શહેરમાં સરકારી દવાખાના પાસેથી બંને હત્યારા પિતા-પુત્ર ને ઝડપી લઈ જેલ ના સળીયા પાછળ ધકેલી દીધા હતા.જ્યારે આ બનાવની વધુ તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એસ.ડી.રાણા કરી રહ્યા છે…
હત્યા કરીને ભાગેલા બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે :એસ.ડી.રાણા-PSI..
આ બનાવ અંગે રાણપુર પોલીસ સ્ટેશના પી.એસ.આઈ-એસ.ડી.રાણા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં વાડી ના શેઢા બાબતે ઝગડો થતા ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ ની વાડીના પાડોશી પિતા-પુત્ર એ સોરીયાના ઘા મારી હત્યા કરી ભાગી છુટ્યા હતા.જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા એ હત્યારા બંને આરોપીઓને ઝડપથી ઝડપી પાડવા સુચના આપતા રાણપુરમાં સરકારી દવાખાના પાસેથી બંને આરોપીઓને ગણતરીની કલાકો માં ઝડપી લઈ આગળની કાર્યવાહી ચાલુ છે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleપિતાની સેવાની જ્યોતને ઉજાગર રાખતા મન્સુરભાઈ ઈસાણી, મઢડા હાઈસ્કૂલમાં 4 લાખના ખર્ચે પતરાનો શેડ તૈયાર કરી આપ્યો
Next articleબોરલા ગામની સીમમાં પિતાએ પુત્રીને ફાંસો આપી પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો