મોતીતળાવ ખાતે ગાદલાના ગોડાઉનના આગનો બનાવ

1173

શહેરના મોતીતળાવ વીઆઈપીમાં આવેલ ગાદલાના ગોડાઉનમાં આગનો બનાવ બનવા પામ્યો હતો અને સુભાષનગર વર્ષા સોસાયટીમાં કાંટાની વાડ સળગી ઉઠતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરના મોતીતળાવ વીઆઈપીમાં પરેશભાઈ પરશોત્તમભાઈ વાઘેલાની માલિકીના પ્લોટ નં.૩૭૪માં ગાદલાના ગોડાઉનમાં ડેન્ડલોપમાં આગનો બનાવ બનવા પામ્યો હતો. જેની જાણ મહેશભાઈ નામના વ્યક્તિએ ફાયરબ્રિગેડને કરાતા તુરંત ફાયર સ્ટાફ દોડી જઈ એક ગાડી પાણીનો છંટકાવ કરી આગને ઓલવી નાખી હતી. જ્યારે સુભાષનગર વર્ષા સોસાયટીમાં કાંટાની વાડમાં આગનું છમકલું થતા ફાયર સ્ટાફે પાણીનો છંટકાવ કરી આગ બુજાવી હતી.

Previous articleઅપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર શખ્સ વલ્લભીપુરથી ઝડપાયો
Next articleવિશ્વેશ્વર ટ્રસ્ટ દ્વારા કપડા વિતરણ