સાંકડાસરના પાટીયા પાસે બે બાઈક સામ સામે અથડાતા એક આધેડનું મોત

54

ભાવનગર જિલ્લાના તળાજા-મહુવા હાઈવે પર આજે સાંકડાસરના પાટીયા પાસે બે બાઈકનો ધડાકાભેર અક્સમાત થતા એકનું ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયુ હતું. અકસ્માત થતા રસ્તા પર લોકોના ટોળી એકાઠા થયા હતા બનાવ અંગેની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ દાઠા ગામે રહેતા અને મજુરીકામ કરી ગુજરાન ચલાવતા ચકુરભાઈ ગગનભાઈ ઉ.વ.૫૦ નામના આધેડ તેનું બાઈક લઈ દાઠાથી તળાજા જતા હતા ત્યારે તળાજા મહુવા હાઈવે પર સાકડાસર ગામના પાટીયા પાસે બાઈક નં. જીજે-૦૪-ઈબી-૦૦૫૮ અને સામેથી આવતા બાઈક નં. જીજે-૦૬-એમ.૭૫૭૬નો ધડાકાભેર અકસ્માત થતા ચકુરભાઈને ગંભીર ઈજા તથા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં તેમનુંં મોત થયુ હતું. બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાગળો કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરેલ.

Previous articleઆલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે પગભર કરવા કલ્યાણ નીધી ફંડનો પ્રારંભ
Next articleશું હજુ એકબીજાથી નારાજ છે ઐશ્વર્યા અને સુષ્મિતા?