બારોટ સમાજ રાજકોટની કારોબારી સમિતિની રચના

874
guj2792017-3.jpg

સમસ્ત બારોટ સમાજને પ્રેરણાદાયક રાજકોટ બારોટ સમાજની નિર્વિવાદે બિનહરીફ કારોબારીની રચના કરાઈ. જેમાં પ્રમુખ તરીકે વસન ઉર્ફે વશરામભાઈ દેવજીભાઈ લગ્ધીરની બિનહરીફ વરણી થતા સમસ્ત બારોટ સમાજે શુભેચ્છા પાઠવેલ. જેમાં હાજર રહેલ બારોટ સમાજના સંત વિભુતી શાંતિબાપુ, દેવજીબાપા, લખમણ આતા, રમેશભાઈ લગ્ધીર, ગુલાબદાન દેવાહીતકા તેમજ લેખક કવિ રાજદેવભાઈ રેણુકા ચલાળા, પીએસઆઈ કનુભાઈ, જૈયતાભાઈ રેણુકા, કવિ માનસીંગ દેવાંતકા, કવિકાન, રમેશભાઈ ઈલાણી, વિનુભાઈ રેણુકા (ફોરેસ્ટર), અભેસંગ રાઠોડ તેમજ કિરણભાઈ બારોટ, કનકભાઈ બારોટ, હસુભાઈ રેણુકા, શિક્ષક તેમજ સમસ્ત બારોટ સમાજ, રમણીકભાઈ લગ્ધીર, પોલીસ જમાદાર હીરાભાઈ લગ્ધીરની ઉપસ્થિતિમાં નવી કારોબારીને શુભેચ્છા પાઠવી સમાજના ઉત્કર્ષ જેવા કે શિક્ષણ જ્ઞાતિવાદી, સમાજના કુરિવાજોને તિલાંજલી આપવા જેવા તેમજ દિકરીઓને સમુહ લગ્નમાં પરણાવવા બાબતે ભાર મુક્યો હતો.

Previous articleતુલસીશ્યામ ધામે કિસાન સંઘના હોદ્દેદારોની ખેડૂતલક્ષી બેઠક મળી
Next articleમાનભાઈ ભટ્ટની સ્મૃતિમાં શિશુવીહાર ખાતે શનિવારે ર૭મો નાગરિક સન્માન સમારોહ