RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૬૪. અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટયાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા, આ કવિવર ન્હાનાલાલને ‘ઉગ્યો પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ’ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?
– મણિશંકર રત્નજી ભટ્ટ
૧૬પ. ‘રંગતરંગ’ ભાગ ૧થી ૬ લેખક કોણ ?
– જયોતીન્દ્ર દવે
૧૬૬. ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?
– ગુજરાત સાહિત્ય સભા
૧૬૭. ‘સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ હતા’ ?
– ગોવર્ધનરામ ત્રિપાઠી
૧૬૮. કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ?
– સાત પગલાં આકાશમાં
૧૬૯. ‘જય સોમનાથ’ નવલકથા કોણ લખી છે ?
– ક.મા. મુનશી
૧૭૦. ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ?
– સલ્તનત યુગ
૧૭૧. અૃમતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ?
– ઘાયલ
૧૭ર. ઓખાહરણનું સર્જકનું નામ શું છે ?
– પ્રેમાનંદ
૧૭૩. શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?
– નિબંધકાર
૧૭૪. ‘પુનર્વસુ’ એ કોનું બીજુ નામ છે ?
– લાભશંકર ઠાકર
૧૭પ. ‘જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિ પહેરૂ’ આ પ્રતિજ્ઞાન કોણે લીધેલી ?
– પ્રેમાનંદ
૧૭૬. પુર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ?
– આત્મકથા
૧૭૭. સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ
– ધૂમકેતુ
૧૭૮. ‘ઈર્શાદ’ કોનું તખલ્લુસ છે ?
– ચિનુ મોદી
૧૭૯. ગુજરાતી સાહિત્યમાં ‘ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક’ તરીકે કોણ જાણીતું છે ?
– ન્હાનાલાલ કવિ
૧૮૦. ‘અલપઝલપ’ના લેખક કોણ છે ?
– પન્નાલાલ પટેલ
૧૮૧. ગુજરાતી સાહિતય પરિષદના તાજેતરમાં નિધન પામેલા પ્રમુખ કોણ હતા ?
– ભોળાભાઈ પટેલ
૧૮ર. ‘અર્વાચીન ગદ્યના પિતા’ તરીકે કોણ જાણીતા છે ?
– નર્મદ
૧૮૩. નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ?
– ભસ્મ કંકણ
૧૮૪. નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?
– અમદાવાદ એટલે અમદાવાદ – વિનોદ ભટ્ટ
૧૮પ. ‘સત્યના પ્રયોગો’ પુસ્તકનો સાહિત્ય પ્રકાર જણાવો.
– આત્મકથા
૧૮૬. ‘ઘનશ્યામ’ કયા લેખકનું ઉપનામ છે ?
– કનૈયાલાલ મુનશી
૧૮૭. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ?
– તળાજા
૧૮૮. ગુજરાતી સાહિતય અકાદમીનું મુખપત્ર કયું છે ?
– શબ્દસૃષ્ટિ
૧૮૯. રણજિતરાય સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો
– ઝવેરચંદ મેઘાણી